SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૭ અનુભવ મળતાં તે જ ધંધામાં બીજી ચીજવસ્તુઓ તથા ટાઈલ્સ બનાવવાની શરૂઆત કરી. કારખાનામાં અનુકૂળતા આવતા તેઓશ્રીએ સીમેંટની પાઈપો બનાવવાની શરૂઆત કરી. પાઈપોના ઉત્પાદન ઉપર લક્ષ આપી તે વધારવા લાગ્યા. આથી તે ધંધાને ઉત્કર્ષ ખુબ વેગથી થવા લાગ્યો. કારખાનાનાં માલની વધુને વધુ માગણી થતાં તેને પહોંચી વળવા માટે તેઓશ્રીએ સાંગલી પછી કોલ્હાપુરમાં પાઈસ અને ટાઈલ્સનાં કારખાનાં શરૂ કરી વિકસાવ્યાં, ત્યારબાદ તેમણે જુનાગઢ (સૌરાષ્ટ્ર)માં પણ મોટા પાયા ઉપર પાસ અને ટાઈલ્સ બનાવવાના કારખાનાં સ્થાપ્યાં. હાલમાં ૪૫૦ માણસે આ કારખાનામાં કામ કરી રહ્યા છે. ધંધામાં યશ પ્રાપ્ત સાથે સાથે કુટુંબમાં સંપ અને સહકારની ભાવના જાગૃત કરીને તેઓશ્રી અટકયા નહી, પણ પછી ફરજ સમજી સામાજીક કાર્ય તરફ તેઓ વળ્યા અને વિકાસ પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. વિશેષમાં કેળવણી ઉપર વધુ લક્ષ કેન્દ્રિત કરી સમાજના બાળકોને સારામાં સારી કેળવણી મળે એ માટે સતત પ્રયત્ન કરતા રહયા. સમાજના બાળકે ભવિષ્યના મહાન નાગરિક બને એવી તેમની મહેરછા હતી, તે પૂર્ણ કરવા તેઓશ્રી નિઃસ્વાર્થ ભાવથી તન-મન-ધનથી પ્રયત્ન કરવા લાગ્યા. સદગત શ્રી “શ્રી ગુજરાતી સેવા સમાજ' (સાંગલી)ના માનનીય ટ્રસ્ટી હતાં. સમાજના જોઈન્ટ સેક્રેટરી તેમજ શાળા સમિતિના ચેરમેન હતા. ગુજરાતી સેવા સમાજના દરેક કાર્યમાં આગળ પડતું ભાગ લેતા હતા તેઓશ્રીએ પોતે તે સંસ્થાને દાન આપ્યું જ પણ બહારથી દાન મેળવવા સતત પ્રયત્ન કરતાં હતાં. શ્રી સર્વોદય શિક્ષણ મંડળ (સાંગલી)ની સલાહકાર સમિતિના તેઓશ્રી ચેરમેન હતા. સાથે સાથે બિલ્ડિંગ કમિટિના પણ ચેરમેન હતા. શ્રી અલ્તાફહુસેન રજબઅલી મરચન્ટ ભાવનગર સૌરાષ્ટ્રના વ્યાપારી જગતમાં સૌ પ્રથમ પોતાના પુરૂષાર્થના બળે બેરલ ઇન્ડસ્ટ્રીઝને ક્ષેત્રે શ્રી ગણેશ માંડીને નાની વયમાં અવિરત પણે શ્રમ ઉઠાવી સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર શ્રી અલ્તાફહુસેન મરચન્ટ મુળ ભાવનગરના વતની ઉ. વ. ૩૨, ઇન્ટર સુધીને જ અભ્યાસ પણ પિતાની તીવ્ર બુદ્ધિ, અને કાર્ય કુશળતાથી તેલ અને તેલીબીયાના ધંધામાં ઝુકાવીને સારે એવો અનુભવ મેળવ્યો. કોલેજ કેળવણી દરમ્યાન પણ ઇત્તર પ્રવૃત્તિઓમાં હંમેશા એક આશાસ્પદ વિદ્યાર્થી તરીકે તેમની ગણના થતી હતી. મિતભાવી અને મિલન સાર સ્વભાવના આ યુવાનનું સ્વતંત્ર રીતે બંધ કરવાની ઝંખના કરતુ મન ઈન્ડસ્ટ્રીઝમાં કાંઈક નવી ચીજ સમાજને ચરણે ધરવા ઝંખી રહ્યું હતું. દેશમાં બેરલની ઘણી જ તંગી વર્તાઈ રહી હતી. આ દિશામાં ઉદ્યોગપતિઓએ કોઈ મોટુ સાહસ કર્યું ન્હોતુ એથી પ્રેરાઈને બેરલ રીકન્ડીશનને એક નવો જ વિચાર સ્ફર્યો અને કુદરતે યારી આપી. એન્જીનીયરો અને ટેકનીશીયનની મદદ વડે પોતે આ દિશામાં સ્વતંત્ર સાહસ આદર્યું અને નસીબનું પાંદડુ ફર્યું— દેશ ભરમાંથી માંગ વધી અને ધંધાને સારી સ્થિતિએ મૂકો. અને હુંડીયામણ બચાવ્યું. સ્વબળે આગળ વધનાર આ અનુભવ વ્યક્તિના જીવનમાંથી ધંધાની શરૂઆત કરનારે પ્રેરણા લેવા જેવી છે. શરૂઆતમાં તેમણે મુશ્કેલીઓ સામે પણ બાથ ભીડી. ન ધ બીજા આવડતવાળા કારીગરો-મશનરી ભાંગ કોડ રેવેની મુશ્કેલીઓ વિગેરે વિચાર પૂર્વક કામ કરી સારો માલ અને એક જ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy