SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિલાલ સુંદરજી શેઠ કાઠિયાવાડીઓ વ્યાપારી ક્ષેત્રે સાહસ અને શૌર્યતાની યશગાથાથી જગતભરમાં મશહુર બન્યા છે. તેમાં કેટલાક ધર્માનુરાગી મહાનુભાવોની આધુનિક યુગને જે સુંદર ભેટ મળી છે તેમાં મુંબઈના જાણીતા દાનવીર શ્રી શાંતિલાલ સુંદરજી શેઠને આગલી હરોળમાં મૂકી શકાય પ્રાચીન શહેર તરીકે પંકાયેલુ (સિંહપુર) આજનું શિહોર એ એમનું મુળ વતન, ત્રણ અંગ્રેજી સુધીનેજ અભ્યાસ પણ તેમની બુધ્ધિ પ્રતિભાએ સિદ્ધિનું સોપાન સર કરવામાં યારી આપી અને જૈન ધર્મની વિજય પતાકાને ઉંચે લહરાવવામાં યશભાગી બન્યા. ચાલીશ વર્ષ પહેલા પોતાની સાધારણ સ્થિતિ, ગરીબાઈમાં દિવસે વિતાવેલા એટલે સખ્ત પરિશ્રમ અને વૃત-જપ-તપથી જીવન ઘડતરમાં સતત જાગૃતિ બતાવવી પડી હતી. વર્ષો પહેલા મુંબઈમાં વાસણની લાઇનમાં નેકરીની શરૂઆત કરી. નિષ્ઠા અને પ્રમાણીકતાથી કામ કર્યું જૈન ધર્મના વારસાગત સંસ્કારના દર્શન બચપણથીજ કરાવ્યા હતા. એમની એ દિશામાં ભારે મોટી તપશ્ચર્યાએ પ્રગતિની મંઝીલ વેગવાન બની. સમય જતાં નેકરી કરતા તેજ પેઢીમાં ભાગીદાર થયા. ભાગ્યનું ચક્ર કયું" લક્ષ્મીની કૃપા થઈ અને ધંધાને આબાદ રીતે ખીલવ્યો. પુરૂષાર્થથી મેળવેલી સંપતિને જરા પણ મોહ રાખ્યા વગર છૂટે હાથે દાનપ્રવાહ વહેતે રાખે. વિશેષ કરીને ગુપ્ત દાનમાં માનનારા છે. જૈન જ્ઞાતિના ગરીબ માણસોને પ્રસંગોપાત અન્ય પ્રકારની નાની મોટી મદદ કરતા રહ્યા છે. ૧૯૬૬ના માર્ચમાં ઉપધ્યાન સમારંભ વખતે પ્રમુખ સ્થાન શોભાવી કુટુંબ ગૌરવને વધુ ઉજજવળ કર્યું છે. ઘોઘારી જૈન સેવા સમાજના ઉપક્રમે યોજાતા નાનામોટા કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે હાજર રહી સૌને પ્રોત્સાહીત કર્યા છે. સિધક્ષેત્ર બાલાશ્રમમાં, આયંબિલ ખાતામાં, ધર્મ શાળાઓમાં, એમની દેણગીઓએ ભાત પાડી છે. કુટુંબ પણ ધાર્મિક રંગે રંગાયેલુ છે. નિત્ય નવકારમંત્રનું સ્મરણ કરનારા શ્રી શેઠે નવાણુ યાત્રાને પણ લ્હાવો લીધે છે. જૈન મુનિમહારાજેના સારા એવા પરિચયમાં આવેલા છે. જૈન જ્ઞાતિનું ખરેખર તેઓ અમૂલખ રત્ન ગણાય છે. ચાલુ વર્ષમાં શ્રી આત્માનંદ જૈન સભા (ભાવનગર) ના માનદ્દ પેન બન્યા છે. તાજેતરમાં ચેમ્બર (મુંબઈ) ખાતે નૂતન જિન-પ્રાસાદની બાજુમાં જ “શ્રી શિહેર નિવાસી શેઠ શાંતીલાલ સુંદરજી મ. મુ. જૈન ધર્મ શાળા અને આરોગ્ય ભવન” નું ઉદ્દઘાટન સમાજનાં જાણીતા દાનવીર શ્રી પ્રાગજીભાઈના શુભ હસ્તે કરવામાં આવેલ છે અને અતિથિવિશેષ તરીકે શ્રી માણેકલાલ ચુનીલાલ પધાર્યા હતા. શ્રી શાંતીભાઈ એ આવેલા ઉદાર અને અગ્ર શાળાના કારણે બ્રુહદ મુંબઈમાં ચાલતી ધર્મશાળા અને આરોગ્યભવનની ખોટ પૂરી શકાય છે જે તેમની સમાજ પ્રત્યેની ઉંડી લાગણી અને ધગશનું અનન્ય નિરાભિમાનપ અને પ્રતિબિંબ સમાં લખાવી શકાય નિરાડંબર-તેમના વ્યક્તિત્વની ખાસ વિશિષ્ઠતા છે. સ્વ. લાલજીભાઈ જાદવભાઈ ચૌહાણ જન્મ વંથલી ગામે જુનાગઢ જિલ્લામાં ઈ. સ૧૯૧૯માં થયો હતો. નાનપણથી તેઓ ધંધામાં જોડાઈ ગયા. ધંધા માટે વંથલી છોડી અને મુંબઈ આવ્યા પણ તબિયતના કારણે તેઓ સાંગલી ગયા. સાંગલીમાં તેમની તબીયત સુધરી અને હવા માફક આવવાથી તેઓએ અત્રેજ ના સરો બંધ કરવાનો વિચાર કર્યો. આરંભમાં સીમેન્ટમાંથી બનતી નાની વસ્તુઓ બનાવવા લાગ્યા. વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy