SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષ છે. તે પરખમમાંથી મળી છે. તેને કાઈ કહે છે તેા કાઈ ‘રાજા અજાતશત્રુ” ની પ્રતિમા તરીકે ગણાવે છે. આ પ્રતિમા જોતાં લાગે છે કે તે કાળમાં માત્ર Relief Bas Relief f પણ સમગ્ર મનુષ્ય જેવી આખી પ્રતિમાઓ કઇંડારીને તેનું સ્થાપન કરતા હશે. ઈ. સ. ની સદીમાં પણ આ રિવાજ તા ચાલુ જ હતો ત્યાં સુધીમાં તે ભારતમાં યત્રન, અસુર, નામ વગેરે જાતિના લેાકેાએ ભારતીય જુદા જુદા ધર્મો અપનાવી લીધા હતા. તેમાં પણ પાળિયા-ખાંભીના સ્મરણુ તરીકેના રિવાજ ચાલુ હશે તેમ જોવા મળે છે. દા. ત. કુશાન રાજા કિનહની ખંડિત ખાંભી-મૂર્તિ આજે પણ મેદ છે. અહીં શિલ્પકામમાં પરદેશી શિલ્પની અસર દેખાય છે. વળી ઈ. સ. ની પૂર્વની પ્રથમ સદીની આસપાસની “ ગાંધાર શૈલી “ માં આ દેખાય જ છે ને ? ગાંધાર શૈલીની શરૂઆતમાં યવન શિલ્પ (ગ્રીક) ની અસર છે જ. તેમજ ગુપ્તકાળમાં શિલ્પકળા બુઢ્ઢા જ સ્વાંગ ધરે છે. શિલ્પસ્થાપત્યમાં વિવિધતા સાથે લગભગ સ'પૂ`પણું આવી જાય છે. આ શૈલીમાં મૃત માસેાની પ્રતિમાઓ-ખાંભી ઘડાઇ છે તે તેમાંની ઘણી તા પાછળથી દેવ થઇને પૂજાવા લાગી છે. ઇ. સ. ની ૬ઠ્ઠી સદીમાં ખાણે ચરિત્રમાં લખ્યુ છે, રાણી યોતિ તેના પતિ પાછળ સતી થાય છે. તે સતી થાય છે ત્યારે હાથમાં એક પતાકા ( ધ્વજ ) હાય છે, જેમાં તેના પતિ ઘોડા ઉપર એડેલા છે તેવુ પ્રતીક છે. મધ્યકાલીન તેમજ અદ્યતન પાળિયા-ખાંસીમાં પાછળથી આ પ્રતીક “ પ્રતીક મૃતના પાળિયાના પ્રતીક ” તરીકે રૂઢ થઈ ગયું છે. જો કે, ઈ. સ. પૂર્વની સદીમાં સાંચીના તારણુ ઉપર કંડારેલા આવા ધોડેસ્વારના શિલ્પ તે છે જ, પણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 4१७ મૃતસ્મારક પાળિયાના પ્રતીક તરીકે આ છઠ્ઠી સદીની આસપાસ જોવા મળે છે. (જીએ ત્તિ એજ અધ્યયન ” શ્રી વાસ્તુદેવરાળ અપ્રવાહ) સાતમી, આ૪મી સદીમાં આ પ્રથા ધીમે ધીમે સર્વત્ર પ્રસરી ગઈ. ત્યાર પછીના મધ્યકાલીન સમયમાં તા સામાન્ય શૂરવીરાના પાળિયા અને રાજા-મહારાજાઓની પાછળથી ઊભા થવા કહી શકાય, જેમાં છત્રી વગેરે સ્મરણુ તરીકે લાગ્યા. જેને ખુલ્લું મંદિર જ મૃત રાજવીની ખાંભા કડારતા. તેમાં તેના છત્રનના વૃત્તાંત ખાતરાતા, સાથે તેની જેટલી રાણી સતી થઈ હોય તેને પણું એ હાથ જોડીને રાજાના ઘેાડા પાસે ઊભેલી કાતરતા. ભારતમાં મુસ્લીમ પાદશાહના વખતમાં પ્રથા વધારે વેગવતી બની. હિંદુ-મુસ્લિમના યુદ્ઘોમાં કઈ કેટલાં યે લેાકા મરાયા, તે તેની પાછળ અસ ખ્ય સ્ત્રી સતી થઇ. પછી મૃત્યુ પામેલા વીરના અને જૂના સતીના પાળિયા ને ખાંભીષ્મા ઠેર ઠેર ખાડાણા. જૂનામાં ઈ. સ. ની આઠ્ઠમી સદીના પાળિયા સિંધમાં છે. જ્યારે ૧૪મી થી ૧૫મી સદીના પાળિયાથી માંડીને ગયા વરસે બેસાડેલી ખાંભી સૌરાષ્ટ્રમાં જોવા મળશે. ભારતીય ચિહ્ન તેમજ સ્થાપત્ય, તેની ઢબે સૌરાષ્ટ્રની ખાંભી-પાળિયા વગેરેમાં કંડારશિલ્પ જોવા મળે છે. પાળિયા અને ખાંભીને સમગ્ર ખાલાકાર એ સમગ્ર સ્થાપત્યનુ પ્રતીક છે જ્યારે તેની વચ્ચેના ભાગમાં કાતરેલું તક્ષણકામ, તેની પદ્ધતિ, આકૃતિ તે શિલ્પકામને પ્રકાર છે, સૌરાષ્ટ્રનાં પાળિયા-ખાંભીમાં ઈ. સ. પૂર્વેની ૧લી, ખીજી સદીના શિલ્પશૈલીની રીતનેા ભાસ થાય છે તે ખાંભી પાળિયાના આકારમાં જૂના સ્તૂપ-ચૈત્ય વગેરે સ્થાપ ત્યને અણુસાર છે. આમા પાળિયા-ખાંભીમાં શુદ્ધ ભારતીય પરપરાની જ ઝાંખી થાય છે. આમ છતાં તેના ઉપર પરદેશી થાડીણી અસર તો છે જ. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy