________________
સમયને ઓળખે.
ચેક્સ અભિપ્રાય બાંધો અને એ અભિપ્રાય જગત સમક્ષ નિશ્ચયરૂપે જાહેર કરે, એ મહા અજ્ઞાનતા છે. જેનસૂત્ર, એ તે દયાને સાગર છે. જેનસૂત્રે, એ અહિંસાનાં રત્ન છે એના એક એક વર્ણમાંથી અહિંસાની ઓજસ્વિતા ચમકી રહી છે. અને પારખવાની શક્તિ જોઈએ. ભલભલા મહાન પુરૂષે પણ એ સૂત્રોનાં સંપૂર્ણ રહસ્યને નથી મેળવી શતા, તે પછી પામર જીની શી કથા? ધ્યાનમાં રાખવાનું છે કે મહાવીરના સૂત્રોન–એક એક સૂત્રને એકજ અર્થ નથી હતો પરન્તુ ૪ સૂરસ્ટ ના રથો એક એક સૂત્રના અનન્ત અર્થો રહેલા છે. મહાવીરના સૂત્રમાં રહેલી વિશાળતાને પામવાની આપણી શક્તિ ન જ હોય. એને માટે તે મહાન્ ગીતાર્થ–બહુશ્રુત ગુરૂઓનાં વર્ષો સુધી પાસાં સેવીયે, તો યે સમુદ્રમાંથી બિંદુ મેળવવું પણ મુશ્કેલ થાય.
આ વિષય અતિ ગંભીર છે. વિચારણીય છે. આને માટે હજૂ પણ અનેક પ્રમાણે સૂત્રોમાંથી મળી આવે છે. અને મારી ઈચ્છા છે કે જરા વિશેષ સમય મળે તે ઉપર વધારે પ્રકાશ પાડે.
શાસનદેવ એવો સમય જલદી પ્રાપ્ત કરાવે, એટલું ઈચ્છી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com