________________
( ૪૦ )
સામાજિક અન્યના.
સમાજ અને ધર્મનું અત્યારે કેટલું બધું એકીકરણ થઇ ગયું છે, એ હવે કાઇથી અજાણ્યું નથી. બેશક, ધર્મ એ એક નિરાળીજ વસ્તુ છે, તેમ છતાં ધર્મ અને સમાજની અની ગયેલી ઘનિષ્ઠતાના કારણે તે બન્નેની એક બીજા ઉપર અસર થયા વિના નથીજ રહેતી. અને તેટલાજ માટે એમ કહેવુ જોઇએ કે સામાજિક નિયમેાની સંકુચિતતા કે ઉદારતા, એ ધર્મના પ્રચારમાં વિધાતક કે ઉત્તેજક અવશ્ય થાય છે, આજે હું એક આવાજ વિષય તરફ જૈન સમાજનું ધ્યાન ખેંચવા ચાહું છું.
૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com