________________
સહુકાર.
કેળવાયલો વર્ગ પિતાનું અભિમાન દૂર કરી સમાજનાં બીજા અંગ-સાધુઓ અને સમાજના આગેવાનોની સાથે “સહકાર કરે તે થોડા જ વખતમાં આપણી સંસ્થાઓ આદર્શ સંસ્થાઓ બની સમાજનું મુખ ઉજજ્વલ કરવા ભાગ્યશાળી બની શકે. આજે આપણી આણંદજી કલ્યાણજીની પેઢી અને કોન્ફરન્સ જે એક બીજાને “સહકાર સાધે તે આપણાં એકે એક તીર્થોનું સંરક્ષણ થવા સાથે સમાજમાંથી અનેક કુરિવાજો દૂર થઈ શકે. જ્યારે આપણી સમાપાટી જે પોતાને મમત્વ દૂર મૂકી એક બીજાને “ સહકાર ” કરે, તો જરૂર તેઓ પોતાની થતી મશ્કરીમાંથી બચવા સાથે સમાજના કેટલાયે કાર્યો સુચારૂ રૂપે ચલાવવામાં ભાગ્યશાળી થઈ શકે.
મુનિરાજે ચેત ! ગૃહસ્થ ચેતો ! કેળવાયેલાઓ ચેતો! આપણા અસહકારથી આપણે ઘણું ખાયું છે, અને ઈ રહ્યા છીએ. સમાજને ઉન્નત બનાવવી હોય, સમાજનું મુખ ઉજજવલ કરવું હોય, જેન સમાજની પૂવય કીર્તિને પાછી મેળવવી હોય, તે એક બીજાને સહકાર કરે. મમત્વને મૂકી દે અને સમાજનું કલ્યાણ કરવા કમર કસો. જુઓ વિજય તમારા હાથમાં છે. શાસનદેવ સર્વને બુદ્ધિ આપે, એજ અંતિમ પ્રાર્થના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com