________________
સમયને ઓળખો. પ્રયત્ન કરે, એ નરી મૂર્ખતા નહિં તે બીજું શું કહી શકાય ? બકે ખરી વાત તો એ છે કે, જુદી જુદી દિશામાં કામ કરનારી સંસ્થાઓ ભલે જુદી જુદી દિશામાં કામ કરે, આજે સમાજ તો દરેક વિષયમાં ભૂખી છે, ગમે તે દિશાથી વિદ્યાને પ્રચાર કરે અત્યારે સમાજને લાભદાયક જ છે, પરન્તુ તે તે દિશામાં કામ કરનારી સંસ્થાઓને પિતાથી બનતે તન-મન-ધનથી યેગ દે, “સહકાર” કરે, એજ ડાહ્યા માણસનું કર્તવ્ય છે. પરંતુ એમ તે ન જ થવું જોઈએ કે પિતાની પિલો ઉઘાડી પડવાના ભયથી કે ગમે તે કારણે બીજી સંસ્થા માટે લેકેમાં દુર્ભાવ ઉભું કર.
ટુંકમાં કહીએ તે આજે સમાજનાં પ્રત્યેક અંગે એક બીજાના અસહકારથી છિન્નભિન્ન થઈ રહ્યાં છે ! એક પણ કાર્યમાં જોઈતી સફળતા મળતી નથી, એનું કારણુ “અસહકાર” સિવાય બીજું કંઈ જ નથી. મુનિરાજે આજે એક બીજાને “સહકાર કરે_અરે વધારે નહિં તે કેવળ જરૂરી જરૂરી વિષામાંજ સહકાર કરે, તો મારી શ્રદ્ધા છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં જેને સમાજમાં નવું જ ચૈતન્ય લાવી શકાય. આજે સમાજના ધનાઢ્ય આગેવાને જે એક બીજાને “સહકાર” સાધે, અને પોતાના પક્ષપાતનાં ચશમાં નીચે ઉતારી દે, તે જે મુનિસમેલન થવું આજે અશક્ય કે અસંભવિત જેવું દેખાય છે, તે મુનિસમેલન થોડાજ વખતમાં ભરાએલું જેવા આપણે ભાગ્યશાળી થઈ શકીએ. આજે સમાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com