________________
સમયને ઓળખે. દેશની પરિસ્થિતિ શી હતી? તે વખતે મહાવીરે જન્મધારણ કરીને શે પુરૂષાર્થ કર્યો? એમના ઉપદેશમાં–સિદ્ધાન્તમાં ખાસ ખુબીઓ શી હતી? આ વસ્તુનું ભાન જ્યાં સુધી કેઈપણ મનુષ્યને ન થાય, ત્યાં સુધી તે મહાવાર કે મહાવીરના સિદ્ધાન્તોનો અનુરાગી બની જ કેમ શકે અને તેટલા માટે જેનસમાજનું સૌથી પહેલું કર્તવ્ય કંઈ હોય તે તે મહાવીર ચરિત્ર તૈયાર કરવું તે છે.
જે કે સામાન્યત: અનેક મહાવીર ચરિત્રે લખાયાં છે પરંતુ જે નિષ્પક્ષપાત રીતિથી કહેવાની મને છૂટ મળે તે સ્પષ્ટ કહેવું જોઈએ કેભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર જે દષ્ટિથી જેવા સ્વરૂપમાં લખાવું જોઈએ અને અત્યારના જગને આકર્ષક કરનારૂં થઈ પડે, એવું એક પણ ચરિત્ર લખાયું નથી.
ભગવાન મહાવીર એ કઈ સામાન્ય વ્યક્તિ નહિં હતા કે–જેના માટે ગમે તેમ એક કથા લખી કાઢી એટલે તેનાથી કામ સરે. ભગવાન મહાવીરના જીવન ઉપર ન કેવળ એમના વ્યક્તિત્વને, પરંતુ આખા જૈનધર્મની ઉત્કૃષ્ટતાને આધાર રહે છે. ન કેવળ ધર્મને પરતુ આખા ઈતિહાસની સત્યતાનો આધાર રહેલો છે. આવા ચરિત્રને માટે કેવળ એક બે વ્યક્તિઓનું જ્ઞાન અને સમય કંઈ કામ કરી શકે તેમ નથી. આવા ચરિત્રને માટે કંઈ બે પાંચ હજારને વ્યય કામ કરી શકે તેમ નથી. આવા અપૂર્વ
૧૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com