________________
મહાવીર જયન્તી. ઝગડાઓ શાન્ત કરીએ, આપસનાં વૈમનસ્યાને દૂર કરીએ. આપણું તે સંકુચિતતાઓ, કે જે સંકુચિતતાઓના કારણે મહાવીરના છત્ર નીચે આશ્રય લઈ રહેલા હજારો ભાઈ–બેને તે છત્રથી દૂર થઈ રહ્યાં છે અને જે સંકુચિતતાના કારણે હજારો ભાઈ–બેને એ છત્રની શીતલ છાયાને આશ્રય લેવા તલસી રહ્યાં છે, પરન્તુ લઈ શકતાં નથી, તે સંકુચિતતાઓ દૂર કરીએ અને મહાવીર દેવના એ છત્રને પાછુ ખડું કરીએ કે જેની નીચે કોઈપણ દેશને, કોઈ પણ જાતિને, કેઈપણ સમ્પ્રદાયને માણસ, અરે ગમે તે આવીને એને આશ્રય લઈ શકે.
જ્યાં સુધી આ કાર્ય આપણે ન કરીએ ત્યાં સુધી સાચી મહાવીર જયન્તી આપણે ઉજવી છે, એમ કદાપિ માની શકાય નહિ.
પરંતુ મારે દિલગીરી સાથે જણાવવું પડે છે કે મહાવીર પ્રભુની આવી વાસ્તવિક જયન્તી ઉજવવાના પ્રથમ પગથીયે પણ આપણે પહોંચ્યા નથી. આ પ્રથમ પગથીયું છે–મહાવીર ભગવાનનું જીવન ચરિત્ર જગના કર્ણ ગોચર કરાવવું.
કયાં છે ભગવાન મહાવીરદેવનું એક પણ ભાષામાં એક પણ મહાવીર ચરિત્ર, કે જે આપણે કેઈપણ અજેનને હાથમાં ધરી શકીયે ? મહાવીર કેણ હતા ? મહાવીર એ જગદુદ્ધારક શા માટે ? આજથી અઢી હજાર વર્ષ ઉપર
૧૬૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat