________________
ધર્મભાવના. કહેવાની મતલબ કે- ધર્મભાવના” એ ભારતીય મનુભ્યોને જન્મસિદ્ધ મુદ્રાલેખ છે, આદર્શ છે. આ બાલ્યાવસ્થાના સંસ્કારેને જે તેવું ને તેવું પોષણ મળતું રહે છે, તો તે કાયમ રહે છે. પરંતુ એજ બાળક જ્યાં જરા મોટું થયું, સ્કુલમાં ભણવા લાગ્યું, સંસારની હવામાં અફડાવા લાગ્યું, ત્યાં તેના સંસ્કારમાં શિથિલતા પ્રવેશવા લાગે છે. એ બચ્ચાંઓની નિર્દોષતામાં હવે ઉણપ આવવા લાગે છે. આવા સગોમાં જે સંસ્કારી માતા-પિતા કે કઈ વડીલના આશ્રય નીચે
જ્યાં સુધી રહેવાનું હોય છે, ત્યાં સુધી તે તેની તે ધર્મભાવિના લગભગ કાયમ જ રહે છે, પરંતુ નસીબ એગે કાં તો એવા સંસ્કારી ધર્મભાવનાવાળાં માતપિતાજ ન હોય, કિંવા એવા માતાપિતાને વિરહ થાય તે તે બાળક–યુવાનીના દ્વારમાં પ્રવેશ કરવા તૈયાર થયેલ બાળક સ્વાભાવિક જ પિતાની ધર્મભાવનાને ખાવા લાગે છે. એટલું જ નહિ પર
તુ એની આસપાસ યદિ એવાજ નાસ્તિક-શ્રદ્ધહીન યુવકો ફરી વળેલા હોય છે, તો તો તેની ધર્મભાવનાનું નામ નિશાન સરખું પણ રહેવા પામતું નથી.
આજ યુવક જ્યાં સુધી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ -કેળવણું લેતે હેય છે, ત્યાં સુધી તો કંઈકે એનામાં આસ્તિકતા, ધર્મશ્રદ્ધા, વિનય, વિવેક, સભ્યતાનાં ચિહ્ન નજરે પડશે. પરન્તુ જ્યાં તે ઉચ્ચ કેળવણી, એટલે કે ગ્રેજયુએટ થવું, ઇંજીનીયરી, ડાકટરી આદિને અભ્યાસ કરવો, આ કેળવણીમાં
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com