________________
સમયને ઓળખે.
સ્વભાવિક દયાળુતા, નમ્રતા, વિવેક, પ્રેમભાવ અને ધર્મની પ્રવૃત્તિઓ તરફ અભિરૂચી જરૂર દેખાશે. જો કે, બધી કેમેમાં જન્મ લેનારાઓમાં એક સરખે આ ભાવ નહિં હોય, તે પણ લગભગ સનાતનધમ–જેન વિગેરે એવી ઉચ્ચ જાતિની કેમેમાં તે આ ભાવ અવશ્ય હેટા ભાગે દેખાશે જ.
બાલક જમ્યા પછી માતા-પિતાની સાથે બહાર જવા લાગે છે, ત્યારથી તે માતાપિતાની ભાવનાનું અનુકરણ કરતું જેવાશે. ભલે, તેનામાં એ સમજવાની શક્તિ નાહ હાય, કે આ શું થાય છે? આ ક્રિયા શા માટે કરવામાં આવે છે? તેમ છતાં એ એટલું તે જરૂર સમજે છે કેઆ અમારા ગુરૂ છે. ગુરૂને મા નમસ્કાર કરે છે માટે મારે પણ કરવા જોઈએ. મા મંદિરમાં જાય, અને જે પ્રમાણે તે કરે, તે પ્રમાણે તે બાળક પણ કરે છે. ઘણી વખત તે એવાં બાળકે જોવામાં આવે છે કે જેનામાં, આપણે જાણીએ કે જરા પણ સમજશક્તિ નથી, સાવ બાળક–બે ત્રણ વર્ષની ઉમરનું બાળક હોય, એવાં પણ માતા-પિતાની ગેરહાજરીમાં મંદિરમાં પહોંચી જાય છે, અને ભગવાનની મૂર્તિની
હામે મીટ માંડીને બેસી રહે છે. આ પૂર્વ જન્મના સંસ્કારે નહિ તો બીજું શું છે? ઘણા એવા બાળકો આપણે જોઈશું કે–જેનામાં સ્વભાવિક વિનયબુદ્ધિ હોય છે. કેઈ આવ્યું, ગયું, તે વખતે હાથ જોડવા, પ્રણામ કરવા, વિગેરે નિયમ સાચવે છે. આ પણ સંસ્કારનું જ પરિણામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com