________________
સમયને ઓળખે.
પ્રવેશ કરે છે, એટલે એએની ધર્મભાવના ભાગ્યે જ કઈ ભાગ્યશાળીમાં જોવામાં આવે છે. અહિં પણ, એટલું તે ખરૂંજ છે કે જેના જન્મથી સારાજ સંસ્કારે પડેલા હોય છે અને ઉત્તરોત્તર અવસ્થામાં ધર્મભાવનાની પુષ્ટિ મળેલી હોય છે, તે ગ્રેજ્યુએટ થાય કે સોલીસીટર થાય, વકીલ થાય કે બેરીસ્ટર થાય, ડાકટર થાય કે કલેકટર થાય, એની ધર્મભાવના એની એજ કાયમ રહેશે. એની કિયાભિરૂચિતા એવીને એવીજ ચળતી જ જેવાશે. એનાં વિનય–વિવેક–સભ્યતા–નમ્રતા બધુંયે એવું ને એવું જ દેખાશે. પરંતુ કમનસીબે જેને બાલ્યાવસ્થામાં કે પછીની અવસ્થામાં અને છેવટે ઉચ્ચ કેળવણુંની અવસ્થામાં ઘણું સારા સંસ્કારનું સાધન નથી રહેતું, એવાએમાંથી તો કવચિજ કેઈ ધર્મભાવનાવાળે યુવક શોધ્યો પણ જડશે. અને તેટલા જ માટે એક બંગાળી વિદ્વાને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે “અત્યારના કહેવાતા કેળવાયલાઓમાં સેંકડે પંચાણું ટકા નાસ્તિક હોય છે. ”
આવી ઉચ્ચ કેળવણું આપતી કઈ કેલેજમાં ચાલ્યા જાઓ, અથવા એજ વિદ્યાથીઓની બેડિંગનું નિરીક્ષણ કરવાને ચાલ્યા જાઓ, ભાગ્યે જ કેઈ યુવક હશે કે જે હાથ જેડીને પ્રણામ સરખો પણ કરશે. તમે બેડીંગના મકાનમાં ફરતા રહો, અને એ યુવકે બુટ પહેરીને ઉઘાડા માથે ગમે તે રીતે ચમચમ કરતાં તમારી અડફેટમાં આવીને આમ તેમ દોડતા-ફરતા રહેશે, પરંતુ કેઈ હાથ સરખે નહિં ડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com