________________ શાસ્ત્રી પરિષદના પ્રસ્તાવને જવાબ આપતાં સેનગઢર્થી પ્રકાશિત હિંદી આત્મધર્મ માસિક પત્રમાં (જાન્યુઆરી ૧૯૬૬ના) પૃષ્ઠ 540 અથવા ઉત્તરના પૃષ્ઠ 4 પર લખ્યું છે. તમામ દિગંબરાચાર્યોએ મેક્ષમાર્ગમાં પુણ્યને હેય તેમજ દાન પૂજાદિને બંધનું કારણ બતાવ્યું છે.” સોનગઢવાળાઓનું આ પ્રમાણે લખવું ઉચિત નથી. શ્રી 108 કુંદકંદ આચાર્યે પુણ્યનું ફળ “અરહંતપદ' બતાવ્યું છે તથા અન્ય આચાર્યો પુણ્યથી મેક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ બતાવે છે. પરંતુ સેનગઢવાળા તમામ આચાર્યોએ મેક્ષમાર્ગમાં પુણ્યને હેય બતાવ્યું છે, એમ લખે છે, તે આશ્ચર્યની વાત છે. સેન ગઢવાળા આર્ષપ્રાણી-અભિપ્રાયથી વિપરીત કથન કરવાનું બંધ કરી દે આજજ તમામ વિવાદ સમાપ્ત થઈ જાય. સેનગઢના નેતાઓને પ્રાર્થના છે કે સ્વપરાલ્યાણ માટે તેમજ દિગંબર જૈન સમાજમાં શાંત વાતાવરણ બન્યું રહે તે માટે તેઓ તેમના લખાણમાં તથા ઉપદેશોમાં ફેરફાર (સુધારો) કરવાની કૃપા કરે. જે તેઓ ફેરફાર કરશે તે શાસ્ત્રી પરિષદજ નહિ સમસ્ત દિગંબર જૈન સમાજ પણ તેમને આભારી થશે. આર્ષમાં તે દિગંબર જૈન આચાર્યોએ દાનપૂજાદિને સંવર, મિજેશ તથા પરંપરાએ મોક્ષનું કારણ કર્યું છે. (જૈન ગઝટને 21 માર્ચ 1966 ને લેખ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com