________________
૩૪
સ્તવન આદિથી પૂજવા એ અતિ આદર્શ શાલી અને મહત્વવાળી ક્રિયા છે છતાં તેને બંધનું કારણ માની ત્યાજવા ગ્ય કહેવી તે દંડનીય અપરાધ જ છે. ભગવદભકિત અને નિગ્રંથ સાધુ
ભગવાનની ભક્તિ કરવી તે માત્ર ગૃહસ્થ-શ્રાવકનું કર્તવ્ય નથી; પણ નિગ્રંથ સાધુની પણ ફરજ છે. શ્રી સમંતભદ્રાચાર્ય, શ્રી માતંતુગાચાર્ય, શ્રી વાદિરાજસૂરિ આદિ આચાર્ય મહાન આદર્શ તત્ત્વવેત્તા, વિદ્વાન અને નિગ્રંથ સાધુરા હતા. એ બધાએ ભગવાનની અપૂર્વ ભક્ત કરી તેમના ઉપર આવેલ સંકટ-વાદળાને દૂર કર્યા હતાં તેની ચમત્કારિક વાત સર્વત્ર પ્રસિદ્ધ છે. ભક્તામર તેત્ર, સ્વયંભૂસ્તેત્ર, એકીભાવસ્તુત્ર વગેરેને આસ્તિક અને ધર્મશીલ છે ખૂબજ ભકિતપૂર્વક અહર્નિશ પાડ કરે છે. તેથી જે ભગવાનની ભકિત, અર્ચા, સ્તુતિ વગેરેને બંધનું કારણ બતાવી હેય જાહેર કરવામાં આવે તે પછી સંસારમાં ધર્મ અને આધ્યાત્મિકતાના નામ પર સંસારમાં બાકી રહેશે શું? ખરેખર તે આધ્યાત્મિકતાની જડ ભગવાનની સાચી ભકિતમાં રહેલી છે. છતાં તેને બંધનું કારણ માની હેય સમજી હલાવીને ઉખાડી દેવામાં આવે તે સમ્યકત્વનું મૂળ ચિન્હ આસ્તિકય ભાવ સંસારમાથી અલોપ થઈ જશે.
સ્વાત્માનુભૂતિ એજ સમ્યક્દશન છે. * પિતાના આત્મામાં અનુભવ અગર દર્શને જ સમ્યક્ત્વ કહે છે. આ સ્વાત્માનુભૂતિ ધ્યાનથી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com