________________
૩૩
કરવાની જરૂર જ કયાં રહી? અથવા તે માટેના પ્રયત્ન નિષ્કારણ જ ઠરે. આજકાલ આધ્યાત્મિક સંત અને તેમના અનુયાયીઓ ભગવાન અને પોતાનામાં કંઈ ભેદ માનતા નથી જેમ કેઈ પિતાને કેવળ શકિત અપેક્ષાએ ભારતના વડાપ્રધાન માનતું રહે તેનું પરિણામ શું આવે તે સુએ વિચારી લેવું. શકિત અને વ્યકિતમાં આભ જમીનનું અંતર છે અને એવા અંતરને સમજવું નહિ તે અક્ષમ્ય ઉદંડતા છે.
પૂજ્ય આચાર્ય શ્રી વાદીરાજ સૂરિ મહારાજે “એકીભાવ સ્તોત્ર” નામની એક સુંદર ભાવવાહી સ્તુતિ રચી છે. ઉપરના પરામાં જણાવેલી સમજને મિથ્યાત્વ કહી છે. આ કલેક દ્વારા આચાર્યશ્રીએ બે સિદ્ધાંત સ્થાપિત કર્યા છે (૧) ભગવાનના જે પોતાને સમજવે, એ મિથ્યાત્વ છે-મિથ્યા અહંતા છે. (૨) ભગવાન અગર તેમની પ્રતિમાનું ધ્યાન કરવાથી દેશાત્મા પણ સફળ મનેરથી બને છે. નમસ્કાર એજ પૂજા
પૂજાને અર્થ સત્કાર કરે થાય છે. કેઈને નમસ્કાર કરવાને પણ સંસ્કારનું અંગ હઈ પૂજા ગણાય. બધાજ આચાર્યોએ અને સમયસારના સમર્થકર્તા ભગવાન કુંદકુંદ સ્વામીએ પણ શાસ્ત્રની શરૂઆતમાં મંગલાચરણ કર્યા છે ને તેમાં ઋષભાદિને નમસ્કાર કર્યા છે. જે પૂજાને બંધનું કારણ માનીએ તે આ બધા નમસ્કાર પણ બંધના કારણે બને ને? કારણ કે નમસ્કારમાં મન, વચન અને કાયને યોગ હોય છે જ. અને યોગ તે આવતું કારણ છે ! આમ ભગવાનને નમન, ધ્યાન, અર્ચન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com