________________
( ૭૬ )
શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, મહાભારત, રામાયણ, શ્રીમદ્ભાગવત આદિ તમને માન્ય એવા કોઈપણ શાસ્ત્રગ્રંથમાંથી જ અસ્પૃશ્યતા ” હું તમોને સિદ્ધ કરી આપીશ તેમજ ધર્મશાસ્ત્રનાં અસંખ્ય પ્રમાણેથી, શાસ્ત્રાનુકૂલ અનેક યુકિતપ્રયુકિતઓથી તેમજ લેકવ્યવહારથી “અસ્પૃશ્યને
સ્પર્શ કરવો એ સવશમાં નિષિદ્ધ અને નિન્દ્રિત છે એટલું જ નહિ કિન્તુ સ્વરાજ્યપ્રાપ્તિના માર્ગમાં પણ મહાન વિનરૂપ છે, જેથી અસ્પૃશ્યને સ્પર્શ કરવામાં પાપ તથા અનર્થ છે, એ અતિ મહત્વને વિષય પણ હું તમારી તથા સમસ્ત સભાસમક્ષ તમારા મનના સંતોપૂર્વક ઈશ્વરના અનુગ્રહવશાત નિર્વિવાદરીતે સિદ્ધ કરી આપીશ. આવી શાસ્ત્રવિરૂદ્ધ અનેક અધાર્મિક પ્રવૃત્તિઓ વડે પરમાત્મસ્વરૂપ ધર્મભગવાનની કતલ ચલાવી ભારતવાસી પ્રજાની તો શાસ્ત્રદૃષ્ટિએ અધોગતિ તથા દુર્દર્શા કરી રહ્યા છે. આ વિષયને સમર્થનમાં તે તમારી દૃષ્ટિએ રાક્ષસ, પાખંડી તેમજ શયતાન કરેલા અમારા પરમ પવિત્ર ત્રિકાલદશી ઋષિમુનિઓનાં જ વચને અમારે પ્રમાણ તરીકે લખવાં રહે છે-શ્રીમદ્ વેદવ્યાસ લખે છે કે –
अप्रामाण्यं च वेदानां शास्त्राणां चाभिलंघनम् ।
अव्यवस्था च सर्वत्र तद्वैनाशनमात्मनः ॥ વદોને પ્રમાણુતરીકે નહિં માનવા, શાસ્ત્રમર્યાદાઓનું ઉલ્લંઘન કરવું અને સર્વ સ્થાને કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હેવી આ સર્વે પોતાના નાશનાં કારણે છે. શ્રીવસિમુનિ પણ લખે છે કે –
अप्रामाण्यं च वेदानामार्षाणां चैव कुत्सनम् ।
अव्यवस्था च सर्वत्र पतन्नाशनमात्मनः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com