________________
(૭૫)
પરિપૂર્ણ આવશ્યક્તા અને પ્રતીત થાય છે કે આ નગર ધર્મધુરંધર રાજા મહારાજાઓની એક પવિત્ર ભૂમિ હોવાથી, આ નગરમાં આસ્તિક ભૂદેવોની સંખ્યા અધિક હોવાથી તેમજ આચારશીલ વૈષ્ણવોની સંખ્યા પણ અધિક હોવાથી પૃ ચ્છરય સંબંધે તમોને તેમજ તમારા અનુયાયીઓને થયેલ વ્યાહ તથા ભ્રમ દૂર કરવા માટે સનાતનધર્માભિમાની સમગ્ર પ્રજાની એક જાહેર સભા ઈશ્વરપ્રેરણાથી અત્ર સ્થલે ભરવા માટે દઢ વિચાર છે. કારણકે તા. ૧૨–૬–૧૯૨૧ ના કાકીઆવાડ ટાઈમ્સના અંકમાંના તમારા જ શબ્દો હું તમારી સન્મુખ મુકું છું કે-“ આપણે અંત્યજને ન અડવું એવું ધર્મમાં ધુસાડી દીધું છે. હું એને હિંદુ ધર્મ ન કહી શકું પણ આ પાખંડ ધર્મ રાક્ષસી ધર્મ છે એમ માનું છું. અમારી ભગવદ્દગીતાઓ અને બીજાં ધમ પુસ્તકે અમને આવો ધર્મ કયાંય પણ શીખવતાં નથી, તમને હું આવા રાક્ષસી ધર્મમાંથી વેગળા રહેવા વિનંતિ કરું છુ.” વળી “શી આશા એ” એ મથાળાવાળા ‘નવજીવન’ના અંકમાં તમેં લખ્યું છે કે – હિંદુધર્મમાં અસ્પૃશ્યતા નથી, જે ધર્મમાં અસ્પૃશ્યતા હોય તે ધર્મ નથી પણ અધર્મ છે. ” આ પ્રમાણે “ હિંદુધર્મમાં અસ્પૃશ્યતા નથી ” તથા “આપણે અંત્યજને ન અડવુ એવું ધર્મમાં ઘુસાડી દીધું છે,” એવું કેવલ હડહડતું અસત્ય પ્રકટ કરી તેમજ ધર્મ તથા અધર્મની કપિલ કલ્પિત વ્યાખ્યાઓ ઘડી કાઢી અંધપરંપરાન્યાયે તેમજ મતાનુગતિન્યાયે ચાલનારી ગુરુપરંપરાપ્રાપ્યશાસ્ત્રસંસ્કારહીને ભળી હીંદપ્રજાને તમે વ્યર્થ ભ્રમપાશમાં નાખી રહ્યા છે, વળી “મેં ધર્મનાં શાસ્ત્રો જોયાં છે” એમ પણ તમેં લખે છે, તે તમે કયાં
માં ધર્મશાસ્ત્રો જોયાં છે તે પણ લખી દર્શાવશે. જેથી જાહેર સભામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com