________________
સાધુવાદ તથા અભિનંદનવાદને પાત્ર છે, એમ અત્ર સ્થલે સુસ્પષ્ટ રીતે લખી દર્શાવવામાં કોઈપણ પ્રકારની અતિશયોક્તિ કરી ગણાશે નહિં તેમજ તે નિમિત્તે અમે તેમને અનિર્વચનીય મહાન ઉપકાર પ્રદર્શિત કરીએ છીએ. સાંપ્રત સમયમાં ધર્મવિરોધી લેને વિના વિલબે તથા વિનાસંકોચે સ્થાન આપવા માટે અહર્નિશ સર્વ સમાચાર પત્રો તત્પર, સાવધાન અને જાગ્રત જ હેવાથી તેમજ જે કેટલાએક શાસ્ત્રીય વિવાદાસ્પદ વિષયો પ્રત્યેક સ્થલે ચર્ચાઈ રહ્યા છે, તે સર્વવિષયોને “ગુજરાતી” સમાચાર પત્ર સીવાય અન્ય કોઈપણ સમાચાર પત્ર સ્થાન નહિ આપતું હોવાથી શ્રીકાર્યવાહકમંડળની સંમતિ અનુસાર શાસ્ત્રોનાં પ્રબલ પ્રમાણપૂર્વક તે તેને પુસ્તક રૂપે આ મંડળ તરફથી પ્રતિવર્ષ પ્રસિદ્ધિમાં લાવી સમગ્ર ચાતુર્વણ્ય હિંદુપ્રજા સમક્ષ ઋષિમુનિકત–અકાટય અને અખંડનીય સિદ્ધાંતને નિવેદન કરવાનું અમને ઉચિત અને પરમ આવશ્યક લાગ્યું છે, જેથી “પુનર્લગ્નનિષેધ” અને “સ્પૃશ્યાસ્પૃશ્યવિવેક” નામે બંને લેખો એક પુસ્તકરૂપે પ્રકટ કરી અમે સનાતની હિંદુપ્રજાના કરકમલમાં અર્પણ કરવા પરમ ભાગ્યશાળી થયા છીએ. તે બંને લેખો નિષ્પક્ષપાત બુદ્ધિથી આધત વાંચી, તેનું સંપૂર્ણ અને સમ્યક્ મનન કરી તદનુસાર વર્તન કરવા કરાવવા જે પ્રત્યેક હિંદુવ્યકિત કટિબદ્ધ થશે, તે આ મંડળે પુસ્તક્મસિદ્ધિનિમિત્તે લીધેલ સર્વશ્રમ તથા તેને અંગે થયેલ સર્વ ખર્ચ સર્વાંશે સાર્થક થઈ ચુ, એમ આ મંડળ સ્વતઃ માનીલેશે. આ પુસ્તકને વિશેષ વિસ્તારમાં પ્રચાર કેમ થાય, તેવા. અતિશુભ ઉદેશથીજ આ પુસ્તકનું મૂલ્ય ખર્ચ પુરતું જ રાખવામાં આવ્યું છે, એ હકીક્ત અમે સનાતની પ્રજાને નિવેદન કરી દેવાની અનુજ્ઞા લઈએ છીએ. મંડળની દ્રવ્યસંપત્તિ અત્યંત અલ્પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com