________________
રાજકીય પરિષદના સંમેલન પ્રસંગે ગાંધીજીના અંત્યજત્પર્શના શાસ્ત્ર વિરૂદ્ધ કેવલ કલકલ્પિત અસત મંતવ્ય સામે તીવ્ર, ઉત્કટ અને ઉગ્રતમ વિરોધ દર્શાવી તેમને પૂર્ણ પરાજય કરવામાં સમરતે ભારતવર્ષમાં આ મંડળે જે પ્રથમ અને અગ્રેસર પદ લીધું હતું, તે માટે જે અત્યંત પ્રસંશાપાત્ર પ્રવૃત્તિઓ આ મંડળે કરી હતી, તે સંબંધે ભારતભૂમિને અસંખ્ય સમાચારપત્રો તેમજ સુવિખ્યાત માસિકપત્રો“ શ્રીભાવનગરસનાતનધર્મપ્રવર્તકમંડળ”નું મુકતકંઠે યશગાન કરી રહ્યાં છે; આ મંડળ દ્વારા સ્થાનિક તેમજ વિદેશી વિદ્વાન વક્તાઓનાં વ્યાખ્યાનામૃતેને અપૂર્વ અને અલભ્ય લાભ પણ આ નગરની પ્રજાને અપાય છે. આ મંડળને અંગે એક ભવ્ય પુસ્તકાલયની યેજના પણ કરવામાં આવી છે, જેને અનેક પોપકારી સજીને પુસ્તકે અર્પણ કરે છે અને જેનાં પુસ્તકોને લાભ આ નગરની સમગ્ર પ્રજા કંઈપણ લવાજમ આપ્યા સીવાય લે છે, ઈત્યાદિ સનાતની પ્રજાની સેવારૂપ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધર્મના સંરક્ષણાર્થે આ મંડળ યથાશક્તિ કરે છે
ગાંધીજીની સત્તાને પ્રખરગ્રીષ્મઋતુના મધ્યાન્હને પ્રચંડ માર્તડ સંતપ્ત થઈ રહ્યો હતો, તેવા અતિ વિકટ સમયમાં પણ-શ્રી“ગુજરાતી” પત્રના અધિપતિ મહાશય, સનાતનધર્મમંડપત્રકારશિરોમણિ, રા. રા. શ્રીયુત મણિલાલ ઈચ્છારામ દેસાઈએ પોતાના વિશ્વવિખ્યાત “ગુજરાતી" સમાચાર પત્રમાં–“પૃસ્થાપૂવવેક” આદિ સનાતનધર્મના સિદ્ધાંતનું જ પ્રતિપાદન કરનારા અમારા લેખેને નીડરપણે યોગ્ય સ્થાન આપી અમારા આર્થસિદ્ધાંતને સમગ્ર હિંદુપ્રજાસમક્ષ નિવેદન કરવા રૂ૫ અમને જે અસાધારણ આશ્રય આપ્યો હતો અને અઘાવધિ પણું તેજ આશ્રય આપી રહ્યા છે, તે નિમિત્તે તેઓશ્રી સર્વાશે ધન્યવાદ, પ્રશંસાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com