________________
પણ ઠરાવવામાં આવી છે તે પણ આવા સુધારાના સમયમાં પણ અને સુધરેલા દેશમાં પણ તેજ ગુન્હાઓ થયા કરે છે તે પ્રસિદ્ધ છે. તેથી કોઈપણ બુદ્ધિમાન પુરૂષ એમ કહેશે નહીં કે પ્રજામાં ચેરી, લુટ, વગેરે ગુન્હા થયા કરે છે માટે પિલીસે રાખી તેનું ખર્ચ રાખવું એ બોટું છે. પણ એમ કહેશે કે હજુ પણ પોલીસમાં વધારે કરે અને ગુન્હાને માટે સખત શિક્ષા કરાવવી કે જે શિક્ષાના ત્રાસથી લેકે ગુન્હા કરતાં અટકે અને એવી જ રીતે હાલમાં બ્રિટિશ સરકાર પણ ઉચખલ ગુન્હેગારને દાબી દેવા માટે કાયદાવડે સખત શિક્ષા કરી તેવા ગુન્હા કરનારાઓને અટકાવે છે. પણ ગુન્હાઓ થાય છે માટે તેમને તેમ કરવાની છૂટ આપવી એ ભૂલભરેલે વિચાર પણ સરકારને આવતા નથી તે જ પ્રમાણે ધર્મશાસ્ત્ર પ્રમાણે ન્યાયથી સ્ત્રીઓને પુનર્લગ્ન કરવાની છુટ મળી શકતી નથી માટે વિધવા થયેલ સ્ત્રીઓને માટે સારામાં સારે ઉપાય એજ છે કે તેમને હિંદુધર્મશાસ્ત્ર પ્રમાણે વિધવા સ્ત્રીઓને બ્રહ્મચર્ય પાળી ઈશ્વરારાધન કરવું અને આ નિત્ય તેમજ દુઃખમય સંસાર ફરીથી પ્રાપ્ત ન થાય એટલે જન્મમરણરૂપ દુ;ખ પ્રાપ્ત ન થાય તે માટે આ દુર્લભ મનુષ્ય શરીર વડે ઈશ્વરને મેળવી કૃતાર્થ થવું એજ અત્યંત હિતકારક છે માટે ધર્મને ઊપદેશ કરે અને દુરાચારી કે વિષયાસક્ત મનુષ્યોથી દુર રહેવું. વિધ્યાસક્તિ વધારે એવાં કોઈપણ વાંચન વાંચવા નહીં, તેવાં નાટકે પણ જોવા નહીં અને જેથી આ સંસારનું દુઃખમય ભાન થાય એવાં અને જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત ઉત્પન્ન થાય તેવાં જ ભાષણે સાંભળવાં છતાં જેઓ તેને નહીં સ્વીકારીને ગુપ્ત રીતે પણ અનાચાર કરતી જણાય તેને તિરસ્કાર કરે. સારાં મંડળમાંથી તેને દુર રાખવી અને શિક્ષા પણ કરાવવી જેથી તેને અનાચાર બંધ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com