________________
પૃથ્વીને ઈતિહાસ * પૃથ્વી એ સૂર્યના ગ્રહરૂપે છે. એટલે પૃથ્વીની ઉત્પત્તિ અને સૂર્યને કશે સંબંધ છે કે કેમ એ તપાસવું જરૂરનું છે. સૂર્યનાં તા અને પૃથ્વીનાં તો ઘણાખરાં મળતાં આવે છે, એટલે એક કાળે પૃથ્વી સૂર્યમાંથી ઉત્પન્ન થઈ હોય તો નવાઈ નહિ. પૃથ્વીની ઉત્પત્તિ વિષે અનેક મત પ્રચલિત છે, જેમાં છ મુખ્યત્વે ધ્યાનમાં લેવા જેવા છે.
(૧) નિહારીકાવાદા–એક કાળે સૂર્ય, પૃથ્વી અને સર્વ ગ્રહો ગરમ વાયુરૂપ સ્થિતિમાં હતા. એ વાયુ અત્યારના સૂર્યમંડળ જેટલા અગર એથી વિશેષ વિસ્તારમાં વિસ્તરી રહ્યો હતે. કાળક્રમે એ વાયુ નાના વિભાગમાં વહેંચાઈ જઈને ઠંડો પડતો ગયો. એ છૂટા પડેલા ભાગમાંથી નાના ભાગો ગ્રહરૂપે મધ્યના મુખ્ય ભાગની આસપાસ ફરવા લાગ્યા અને નાના કદના હોવાથી જલદી ઠંડા પડી ગયા.
(૨) આકર્ષણવાદ –સૂર્ય અવકાશમાં મુસાફરી કરે છે એ દરમ્યાન થોડે થોડે આંતરે બહારનું દ્રવ્ય ખેંચાઈ આવ્યું અને જુદે જુદે વખતે નવીન પ્રો ઉમેરાતા રહ્યા.
(૩) અકસ્માત –કદાચ આજને ઉષ્ણ સૂર્ય ઘણું લાંબા કાળ ઉપર મૃતઃપ્રાય સ્થિતિમાં અવકાશમાં અનન્ત કાળથી ઘૂમ્યાં કરતો હતો તે સામેથી આવતા એવા જ કઈ બીજ સૂર્ય સાથે અથડાયે. એ અકસ્માતને લઈને અત્યંત ગરમી ઉત્પન્ન થઈ, જેમાં સર્વ દ્રવ્ય પ્રવાહી અને વાયુરૂપ થઈ ગયું. કેટલાક આવા ઉષ્ણુ વિભાગો દૂર ફેંકાઈ ગયા અને પ્રહ બન્યા, જ્યારે મધ્યને ભાગ સૂર્ય રૂપે રહો.
(૪) સ્વવિભાજનવાદ –એક કાળે પૃથ્વીની પેઠે ઠંડો પડેલો સૂર્ય ભિતરની આપવિનાશી (Radio active) તત્ત્વોની પ્રચંડ ગરમીથી ફાટી ગયો અને એમાંથી કેટલાક ટુકડા દૂર ફેંકાયા. ‘એમને એક ટુકડો તે હાલની પૃથ્વી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com