________________
' પૃથ્વીની ઉત્પત્તિ
અને આ સૂર્યમંડળમાં પૃથ્વીનું સ્થાન
પ્રાચીન કાળમાં મનુષ્ય પૃથ્વીને આ વિશ્વનું કેન્દ્ર માનતા અને વિશ્વની સર્વ રચના એના ઉપભોગ અને આનંદ માટે જ છે, એમ ધારતો. પ્રભાતે વિવિધરંગી ઉષાને પગલે પધારત સૂર્ય, સંધ્યાના મધુર રંગે રંગાતી વાદળી, ચંદ્રના રૂપેરી પ્રકાશ વિરાચતી સૃષ્ટિ, તારાના ચમકારાથી અલંકૃત થતું આકાશ વગેરે સર્વ મનુષ્યને આનંદને માટે વિશ્વનિયંતાએ રચ્યું છે, એમ માનવાની ધૃષ્ટતા કરતે. પરંતુ જેમ તેના જ્ઞાનને વિકાસ થતો ગયો અને વિશ્વની અગાધ વિરાટતામાં પૃથ્વીનું સ્થાન નાનું અને નાનું થતું ચાલ્યું, તેમ એને પિતાની સૂક્ષ્મતા અને અલ્પતાનું ભાન થવા લાગ્યું. આખા વિશ્વની સરખામણીમાં અલ્પ એવા સૂર્યમંડળ જેવડા નાના વિસ્તારમાં પણ પૃથ્વીનું સ્થાન તદન અલ્પ જ છે. સુયોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થતાં એના ઉપર જીવનની ઉત્ક્રાતિ થઈ. કદાચ એમ પ્રશ્ન થશે કે પૃથ્વીને માટે જીવન ટકી શકે એવી સ્થિતિ અકસ્માત જ ઉત્પન્ન થઈ કે વિશ્વની કોઈ મહાન વિભૂતિના ખાસ ઉદ્દેશથી ઉદ્દભવી છે? વિજ્ઞાન તે એમ જ કહે છે કે પૃથ્વી બીજા ગ્રહોથી ભિન્ન કે વિશિષ્ટ તત્વોની બનેલી નથી, પરંતુ અકસ્માતથી જીવન ટકાવી શકાય એવા સૂર્યથી માફકસર અંતરે આવેલી છે, અને એને લઈને ઘણું કાળ ઉપરની નિર્જન અને નિર્જીવ પૃથ્વી ઉપર કાળક્રમે જીવન સંભવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com