________________
ભાવાર્થ-વળી એક બીજે પણ પ્રીતિને ઉપાય છે. તે કાગળ વડે પ્રીતિ થાય છે. પણ સિદ્ધ વિષે કાગળ પણ પહોંચે નહિ. વળી કાગળ ન પહોંચે તે માણસ મૂકીએ; પણ ત્યાં સિદ્ધાવસ્થાને વિષે કઈ પ્રધાન પણ પહોંચે નહિ. કે જેની સાથે વિનંતિ કરાવીએ. અહીં કોઈ જીવને શંકા થાય કે રત્નત્રયી આરાધીને અનેક જીવ મેસે જાય છે, તે કઈ ન પહોંચે એમ કેમ કહો છે ! ત્યાં સમાધાન કે ત્યાં સિદ્ધાવસ્થાને વિષે જે પહોંચે, તે તમારા જેવો પ્રભુતામય, વીતરાગ, અયોગી, અસંગી, સકળજ્ઞાયક પણ વચન રહિત, એટલે તે પણ પરમ પૂજ્ય, એટલે તે પણ કેઈને વ્યવધાન–આંતરે–ભેદ કહે નહિ, તેથી પ્રીતિના આ ત્રણે ઉપાયો નિષ્ફળ છે. તે શ્રીયુગાદિ દેવ સાથે પ્રીતિ કેમ કરવી ? પ્રીત કરે તે રાગીયા, છનવરછ હે, તમે તે વીતરાગ; પરમ પુરૂષથી રાગતા, ભેળવી તે હો, કેતર ભાગ-ગરષભ,
ભાવાર્થ-વળી કહે છે કે મુજ સરીખા સંસારી જીવ સમ્યફદષ્ટિ પણ જેથી સર્વજ્ઞ ઐલેક તિલકથી પ્રીતિ કરવા ચાહે, તે તે રાગવાળી રાગ સહિત છે, અને હે જીનવરજી? તમે તે વીતરાગ છો, રાગ રહિત છો, રાગીને અનેક રીતે રીઝવીએ, પણ જે પોતે રાગી નહિ, તે કેમ રીઝે ! અહીં કોઈ જીવ કહે જે તે વીતરાગથી પ્રીતિ ન કરવી, ત્યાં સમાધાન કે તે શ્રી પ્રભુ અરાગી અથોત રાગ રહિત છે, તેથી તેમનાથી પ્રીતિ મેળવવી તે લેકોત્તર માર્ગ છે. એટલે કે રાગીથી રાગી થયે તે મળે, પણ કશે રાગાંશ જેનામાં નથી, તેનાથી પ્રીતિ કરવી તે લત્તર માર્ગ જાણ, અર્થાત
અરાગીથી રાગ કરે તે આશ્ચર્ય જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com