________________
રૂષભ જીણુંશું પ્રીતડી, કીમિ કીજે હે, કહે ચતુર વિચાર, પ્રભુજી જઇ અળગા વસ્યા, તિહું કિશું નવિ છે કે
–વચન ઉચાર––ષભ, ભાવાર્થ-વીતરાગ પણ પુરૂષોત્તમ સાથે શી રીતે પ્રીતિ કરવી! વીતરાગથી પ્રતિ મારા આત્માએ પૂર્વે કયારેય અનુભવી નથી; તે પરમેશ્વરથી પ્રીતિને અર્થી પ્રીતિની ચાલને અજાણતો પૂછે છે કે, હે ચતુર માયા જ્ઞાની પુરૂષો અથવા પોતાને આત્મા જે ચતુર છે તેને પૂછે છે કે, તે પ્રીતિને વિચાર કહે. જે નજીક હોય તેથી તો પ્રીતિ બને, પણ પ્રભુજી તો સર્વ રીતે અળગા રહ્યા છે, અળગા કેવી રીતે ! ત્યાં પ્રથમ દ્રવ્યથી હું અશુદ્ધ પરિકૃતિ વિભાવ કનુભવિ પુદ્ગલ ભાવ ભોગી તેથી અશુદ્ધ છું, અને શ્રી ભગવાન તે શુદ્ધ પરિણમી, નિરાવર્ણ સ્વભાવી, નિષ્કર્મ, અનંત અક્ષય જ્ઞાનાદિ સ્વગુણુભગી છે, તેથી શુદ્ધ દ્રવ્ય છે. બીજું ક્ષેત્રે કરી હું સંસાર ક્ષેત્રી, શરીરાવગાહી છું, અને શ્રી ઋષભ પ્રભુ તે લેકાંતર ક્ષેત્રે રહ્યા છે, અશરીરી સ્વપ્રદેશાવગાહી છે. તેથી ક્ષેત્રથી પણ ભિન્ન છીએ. અને ભાવથી હું રાગી હેપી તથા અઢાર પાપ સ્થાનકે ભય છું, અને શ્રી દેવાધિદેવ તે નિરાગી સર્વ પાપસ્થાન રહિત છે. એમ શ્રી પ્રભુજી હમણાં તો સર્વ રીતે મારાથી વેગળા છે. વળી અળગાને પણ વચનાદિથી મળીએ પણ એ તે સિદ્ધ થયા, સિદ્ધાવસ્થામાં કોઈ વચનનું ઉચ્ચારવાપણું નથી, ત્યારે તે પ્રીતિ કેમ કરાય ! કાગળ પણ પહોંચે નહિ, નવિ પહોંચે છે, તિહાં કે પરધાન
જે પહોંચે તેતુમસમા, નવિભાખે છે, કેઇનું વ્યવધાન-ઝાષભ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com