________________
બની બ્રહ્મભાવમાં પર્યવસિત થાય છે. આપણું ધર્મશાસ્ત્રમાંની મૂર્તિપૂજા, સૂફી ધર્મમાંની માશુકની ભકિત, વેદાંતશાસ્ત્રમાંની ગુરૂભકિત એ સર્વે આવાજ કઈ વિચારનાં રૂપાંતર છે ,, ઈત્યાદિ.
પ્રિય વાચક! આવા અભેદ વ્યવહાર શુદ્ધ દાંપત્ય પ્રેમમાં હોઈ શકે એ નિર્વિવાદ છે અને તેવું યુગલ પરમ મોક્ષના માર્ગ ઉપર મુક્તિનું જ અધિકારી ગણાય એમ અમે પ્રતિપાદન કર્યું છે તે વપરતઃ શાસ્ત્ર તેમજ સાક્ષરોના શબ્દાનુભવ પ્રમાણથી સિદ્ધ થાય છે.
આકર્ષણયુક્ત અને આવરણ રહિતજ હંમેશાં પ્રેમ મનાયો છે. ચુંબક અને લેહશુચિને આકર્ષણ સંબંધ છે, પણ જે તે ઉભયના આકર્ષણ સંબંધને ખાળનારી તૃતીય વસ્તુ વચમાં આવી તો ખેંચાણ અટકી પડશે. સરસિજ સૂર્યને નિહાળી પ્રફુલ્લિત બને છે પણ તે ઉભયના વિનરૂ૫ રાત્રી આવી કે કમળ બીડાઈ જશે, સૂર્ય અસ્ત પામશે. પ્રેમીઓ પોતાના સંબંધમાં એક બીજાને ઉપાધિરૂપ તૃતીય વસ્તુ ઈચ્છતા જ નથી. પ્રેમીઓએ પોતાના પ્રીતિપાત્રના વિષયમાં હમેશાં ઉપાધિરહિત પ્રીતિ માગી છે. શયાવાસમાં અથવા એકાંતમાં વલ્લભ અને વિલાસીની પરસ્પર જેવી અમર્યાદ નેહથી પ્રેમના હાવભાવોથી મંદમૃદુગોષ્ટિ કરે છે, જેમ વિલાસાદિ ચેષ્ટા કરે છે તે સમૂહમાં કરી શકશે નહિ. કારણ તે સમૂહ એ પિતાના ઈષ્ટ પ્રત્યેની વેચ્છા વિહારી પ્રવૃત્તિમા આવરણરૂપ ઉપાધિરૂપ તેમને જણાય છે. પ્રેમીઓને પરસ્પરના આમ તૃતીય વસ્તુરૂ૫ ઉપાધિના કાળે આ સંકુચિત વ્યવહાર જોઈ તેમના બાધકરૂપે વચમાં આવેલી તૃતીય વસ્તુ ખાળે છે એમ સમજાય છે. પણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com