________________
પાત્રે મુકતજ બની રહે છે એમ પ્રતિપાદન કર્યું છે. એના સમર્થનમાં સાક્ષરત્તમ અભેદ માર્ગ પ્રવાસી મણીલાલ નભુભાઈએ લખેલા પ્રેમ જીવનમાંના શબ્દો અત્રે લેવા અનુપયોગી નહિ ગણાય તેઓ “પ્રેમ એજ બ્રહ્મરૂપ છે અથવા સર્વત્ર બ્રહ્મરૂપે જે સમજાય તેજ ખરે પ્રેમ એમ જણાવી લખે છે કે ” પ્રેમ અથોત માયિક પ્રેમ તે પણ ખરેખર કયારે થયો ગણાય છે કે જ્યારે પૂર્ણ અભેદ કેઈ બે વ્યકિતને થઈ રહે ત્યારે આવા અભેદનું રહસ્ય એ છે કે એક વ્યકિત પિતાનું જીવિત ધનમાલ સર્વસ્વ બીજી વ્યકિતમય સમજે છે અર્થાત્ સ્વ અથવા અહંભાવ નીકળીને કેવળ નિર્મૂળ થઈ જાય છે આ સાક્ષરવર્યના કથનને મળતું.
હે ખામુખા આપસમેં ખરી દમનકી પ્રેમ, દેખે ન દેતી બીચમેં સગાઈ તનકી પ્રેમ,
એ અમારૂં પદ્ય નિહાળે. વળી ઉપરોકત માયિક પ્રેમની વાતના કથનમાં એ સાક્ષરવર્ય મણીલાલ નભુભાઈ આગળ વધીને લખે છે કે “ખુબી એ છે કે આવું થવા માંડયું એટલે બ્રહ્મભાવની છાયા પડવા માંડીજ, બ્રહ્મભાવનાને પહેલે પગથીએ ચડાયું જ. શ્રીમદ્ વિદ્યારણ્ય સ્વામીએ પંચદશીમાં કહેલું છે કે ઘર સુર્વ મત્ત - રણવ તિવિવનાત તેમ વિષયાનંદ પણ બ્રહ્માનંદનો અંશ છે એટલે આ અભેદ પ્રેમ સમજાવા માંડયો કે બ્રહ્મ સમાધિનું પ્રાણાયામ હાથ આવ્યું જાણવું. આવી ભકિત થવી એ એક રીતિને વિરાગજ છે, કેમકે વિરાગમાં પણ ત્યાગ માત્ર સ્વસંબંધનેજ છે. એક વ્યકિતનિષ્ટ પ્રેમ ધીમે ધીમે સર્વ વિશ્વને સમાન ગણવા યોગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com