________________
અનુવાદમાં લખ્યું છે કેઃ ૩૪ તા ૨ જાનવમના નિતેષv થ” અર્થાત તે ભકિત કામનાને અર્થે નહિ જોઈએ. કેમકે તે નિષેધ રૂપી છે એટલે તે કાયિક, વાચિક કે માનસિક સુખાર્થે પ્રેમવાળી નહિ હેવી જોઈએ. એ તે ઉપકાર પ્રત્યુપકાર કિંવા લેવડદેવડને સ્વાર્થી વ્યવહાર છે. શુદ્ધ પ્રેમ સર્વદા કામના શૂન્ય હોય છે. આથી વિષય જન્ય પ્રેમનું પણ નિવારણ થાય છે. જે મનુષ્યો સંસારના વિષયના કિંવા જેઓ ઈદ્રિય જન્ય સુખ કિંવા અભિલાષાના લાભથી પ્રેમ સેવે છે અને વળી અમે પ્રેમ આચરીએ છીએ એવું કહે છે, તેઓ પ્રેમની હાંસી કરનારા છે એમ ગ્યાનીની સાથે કહેવું પડે છે. આ બાબત અમે વિકૃત, કૃત્રીમ પ્રેમના નિરૂપણમાં યથાશકય બતાવી ગયા છીએ તે સંબંધે –
“વ્યર્થ વિષયી જને પ્રેમની જ વાત કરે માનું નહિ સત્ય હું જરા બેટી વિતંડા કરે ” એ પદ્ય વિષયમાંથી નિહાળે.
આદર્શ પ્રેમમાં અમે શુદ્ધ દાંપત્ય પ્રેમ ગણાવ્યો છે અને તેની વ્યવસ્થા પણ માયિક પ્રેમમાં થઈ જતાં મૂળ માયિક અને શુદ્ધ એ બે સ્વરૂપે જ જણાય છે. પણ માયિકનું ખરું સ્વરૂપ સમજાવતાં તેમાંથી ઉદ્ભવતા વિકૃતકૃત્રીમ અને શુદ્ધ દાંપત્યસ્નેહ એવા ત્રણવિભાગો અમે લીધેલા છે. આદર્શ પ્રેમ છે કે માયિક છે છતાં તે મુકિતને સાધક છે કેમકે તેવા પ્રકારના નેહમાં એકાંગી ઉપાસના રહેલી છે અને તેનાં તેનાં પાત્રો તદિતર સર્વ કામના શૂન્ય હોવાથી એકદેશિય મુકિત તેમને સહજ પ્રાપ્ત હોય છે અને તે એકદેશિય પ્રેમ ઉઠી જતાં તેનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com