________________
પ્રશ્નોત્તરત્નમાળા
કરુણાભાવ વતે છે વળી જે મેરુપર્વતની પરે ધીર-નિશ્ચળ છે, એટલે ગ્રહણ કરેલી ઉત્તમ પ્રતિજ્ઞાથી કદાપિ ચલાયમાન થતા નથી; સિંહની જેવા પરાક્રમી છે; એટલે કર્મ શત્રુઓને નાશ કરવામાં કેશરીસિંહ જેવા છે, અને સાગરની જેવા ગંભીર છે, એટલે નાગરની જેમ અનેક ગુણરત્નથી પરિપૂર્ણ છતાં લગારે છલકાઈ નહિ જતાં યત્નથી તેમને સાચવી રાખે છે; તેમજ પવનની પેઠે અપ્રતિબંધપણે એક સ્થળથી અન્ય સ્થળે એકાંત હિતને માટે અટન કરતા રહે છે-ઇત્યાદિક સાધુ યોગ્ય ગુણવડે અલંકૃત હોવાથી સમાગમમાં આવનાર ભવ્ય જનને જે પાવન કરે છે એવા જંગમ તીર્થરૂપ શ્રેષ્ઠ મુનિજનેને મનના અત્યંત પ્રેમભાવથી હું પ્રણામ કરું છું. ૨ થી ૫.
આવી રીતે અભિષ્ટ દેવ, ગુરુને પ્રણમવારૂપ મંગળાચરણ કરીને હવે આ ગ્રંથમાં જે વાતનું કથન કરવાનું છે તે (અભિધેય), તેનું પ્રયોજન તથા તેનું ફળ સંક્ષેપથી ગ્રંથકાર જણાવે છે.
વિવેચન–જેમાં લાખો ગમે વાતનો સમાવેશ થઈ શકે એવી અતિ અગત્યની-મહત્વની વાત દરેક પ્રશ્નમાં આવે એવા ૧૧૪ પ્રશ્નોના આ પ્રશ્નોત્તર નામના ગ્રંથમાં હું વખાણ કરીશ.૬.
આ પ્રશ્નોત્તર રત્નમાળા નામને ગ્રંથ જે આત્માથી સ્ત્રી-પુરુષે કઠે કરશે અને તેનું સારી રીતે મનન કરશે તેમના હૃદયમાં અત્યંત હિતકારી વિવેકવિચાર ઉપજશે, જેથી તેમને પિતાને માટે મોક્ષમાર્ગ ઘણે જ સરલ થઈ શકશે. ૭. પ્રથમ ગ્રંથકાર પ્રશ્નસમુદાય કહે છે.
પ્રશ્ન. દેવ ધરમ અરુ ગુરુ કહા, સુખ દુઃખ જ્ઞાન અજ્ઞાન;
ધ્યાન અચેય યાતા કહા, કહા માન અપમાન ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com