________________
:: ૫ ::
પ્રશ્નોત્તરરત્નમાળા
ઈત્યાદિક ગુણયુક્ત જે, જગમ તીરથ જાણ; તે મુનિવર પ્રણમ્ સદા, અધિક પ્રેમ મન આણ. ૫ લાખ બાતકી એક બાત, પ્રશ્ન પ્રશ્નમેં જાણ; એકશત ચૌદે પ્રશ્નકે, ઉત્તર કહું વખાણ, પ્રશ્નમાળ એ કંઠમેં, જે ધારત નર નાર; તાસ હિચે અતિ ઉપજે, સાર વિવેક વિચાર.
વિવેચન–અનંત જ્ઞાન, દર્શનરૂપ તિ જેમને જાગી છે, તેમજ રાગદ્વેષ, મહાદિક સકળ દેષ માત્રને સંપૂર્ણ ક્ષય કરવાથી જેમને અનંત ચારિત્ર-સ્થિરતા ગુણ પ્રગટ્યો છે અને તેથી જ જેમની સમાન આખા જગતમાં બીજી કઈ વ્યક્તિ જણાતી નથી એવા નિરૂપમ શ્રી અરિહંત પરમાત્માને હું પ્રણમું છું, તથા કર્મ-કલંકથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલા હેવાથી એટલે દેહાદિક સંપૂર્ણ ઉપાધિથી રહિત થયેલા હેવાથી કાયમને માટે સહજ સ્વાભાવિક આત્મસ્વરૂપને સંપ્રાપ્ત થયેલા અને આત્માથી ભવ્ય જિનેને એવું જ સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરાવી શકે એવા સિદ્ધ પરમાત્માને પ્રણામ કરું છું. ૧
વળી જે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ પાંચ મહાવ્રતને સેવે છે; જ્ઞાનાચાર, દર્શનચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર રૂપ પાંચ આચારને પાળે છે; મહાસાગરની જેમ અગાધ સમતારસથી ભરેલા છે, તથા સાધુ યોગ્ય સત્તાવીશ ગુણેને સદા ધારી રાખે છે, ઈર્યા, ભાષાદિક પાંચ સમિતિ અને મન, વચન, કાયાની ત્રણ ગુમિને, તથા ચરણસિત્તરી (મૂળ ગુણ વિષયક ૭૦ ભેદ) અને કરણસિત્તરી( ઉત્તરગુણ સંબંધી ૭૦ ભેદ)ને જે સેવે છે, તેમજ જ્ઞાન અને ચારિત્રથી પૂર્ણ એવા જેના હદયમાં અત્યંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com