________________
': ૨ :
કાર્યોમાં તેઓશ્રીને દાનપ્રવાહ હમેશાં કઈ પણ જાતની જાહેરાત વિના વહેતે જ હોય છે.
આત્મકલ્યાણના માર્ગોની પ્રેરણા કરતું સાહિત્ય જનતામાં પ્રચાર પામે, જ્ઞાન-પિપાસુઓ તેને વધારે ને વધારે લાભ લેતા થાય, અને એ રીતે સંસ્કૃતિને સંગીન પ્રચાર થતો રહે એવી શુભ ભાવના પણ તેઓશ્રી અવારનવાર ભાવતા આવ્યા છે. અને એ દિશામાં પણ પિતાની લક્ષ્મીની સાર્થકતા કરવાની તક તેઓશ્રીએ જાતી કરી નથી.
આવું જ એક પ્રશ્નોત્તર રત્નમાલા” નામક ઉપયોગી સાહિત્ય આજે જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ થાય છે તેમાં પણ તેઓશ્રીને જ સહકાર નેંધવાપાત્ર છે. - તેઓશ્રીના કુટુંબમાં પણ શ્રીમંતાઈની સાર્થકતા અને જીવનની સાધનાને પરમ માર્ગ પ્રકાશતા આવા કાર્યો કરવાની ભાવના જાગૃત થતી આવે છે. તે વધુ ને વધુ ફૂલેફાલે એટલું આ સ્થાને ઈચ્છીએ છીએ.
–પ્રકાશક
‘eષ્ટક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com