________________
શ્રી ચિદાનંદજીકૃત પ્રશ્નોત્તરરત્નમાળા
પ્રસ્તાવના.
ચિદાનંદ પદકજ નમી, ચિદાનંદ સુખદેવ; ચિદાનંદ સુખમાં સદા, મગન કરે તતખેવ. ૧૦ ચિદાનંદ પ્રભુની કળા, કેવળ બિજ અપાય; જાણે કેવળ અનુભવી, કિણથી કહી ન જાયર. ચિદાનંદ પ્રભુની પ્રકૃતિ, અર્થગંભીર અપાર; મંદમતિ હું તેહને, પાર ન લહું નિરધાર. ૩. તે પણ મુજથી મંદ મતિ, તેહ તણે હિતકાજ; તેમજ સ્વહિત કારણે, ચિદાનંદ મહારાજ. ૪. કૃતિ તેહની નિરખી, ઉત્તરમાળ ઉદાર; તાસ વિવરણ કરવા ભણું, આત્મ થયે ઉજમાળ. પ. બુદ્ધિવિકળ પણ ભક્તિવશ, બેલું સુખકર બોલ; કાલું બોલે બાળ જે, કુણ આવે તસ તેલ. ૬,
શ્રી પૂરચંદજી અપરનામ શ્રી ચિદાનંદજી મહારાજ આ વીસમી સદીમાં જ વિદ્યમાન હતા, એમ તેમની અનેક
૧ ચરણકમળ. ૨ સુખને હેતે. ૩ જીવનકળા-રેખા. ૪ કેવળજ્ઞાનના અમેધ ઉપાયરૂપ. ૫ ગ્રંથરચના. ૬ પ્રશ્નોત્તરમાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com