________________
(૧૪)
પ્રકાશની હડફેટમાં ઊભા રહેલા પાર્શ્વની નાસિકા સુધી પાણીનું પૂર આવી જાય છે. તે જ ક્ષણે “ધરણેન્દ્ર” ( જે સર્પ પાર્શ્વની અમૃતદષ્ટિથી ભગવસ્મરણ પ્રાપ્ત કરી નાગેન્દ્ર થયેલે તે) પાર્શ્વની પાર્થે ઉપસ્થિત થાય છે, અને ઊભેલા પાશ્વને દીર્ઘ નાલવાળા ઉન્નત કમલ ઉપર લઈ લે છે, તેમજ પાર્શ્વના પણ ભાગને, બે પડખાંને અને ઉર સ્થલને પોતાની ફેણથી આવરી લે છે. અને એ સન્તના મસ્તક પર સાત ફણાનું છત્ર લગાવે છે. વૃષ્ટિના જળની જેટલી ઊંચાઈ છે, તેટલી ઊંચાઈ કમલના નાલની છે. આટલા ઊંચા નાલવાળા કમલ પર વિરાજમાન સમાધિનિષ્ઠ પાર્વદેવ રાજહંસસમા શોભે છે. પછી ધરણેન્દ્ર પાર્શ્વને ઉપદ્રવ કરનાર મેઘમાલીને ફિટકારે છે. ધરણેન્દ્રના મહાન વૈભવથી પૂજાતા પાર્થને જોઈ મેઘમાલી ઠંડો પડી જાય છે, એને પિતાની અલ્પતા માલૂમ પડે છે, ધરણેન્દ્રથી ભયાકુલ બને છે અને પાર્શ્વદેવની મહત્તા એના સમજવામાં આવે છે. સુરત શાત અને નમ્ર બની એ પાર્શ્વની પાસે આવે છે, એ મહર્ષિની ક્ષમા માગે છે, એને નમસ્કાર કરે છે અને એ પુરુષોત્તમની કૃપા યાચી પિતાના સ્થાને જાય છે.
કમઠ અને મરુભૂતિના ભવમાં ઉત્પન્ન થયેલ અને ભવે ભવે સિંચાયેલ વૈરાનુબંધના વિષવૃક્ષને અહીં અન્ત આવે છે.
મરુભૂતિએ રાજા અરવિન્દની આગળ પિતાની પત્ની સાથેના કમઠના અનાચારની વાત રજૂ કરી એ વસ્તુને આ વૈરાનુબંધના વિષવૃક્ષની ઉત્પત્તિમાં આદ્ય નિમિત્ત કહી શકાય. પણ પછી રાજાએ એ કૃત્યને અંગે કમઠનું તિરસ્કારપૂર્ણ નિવસન કર્યું એથી મરુભૂતિનું હૃદય દિલગીર થયેલું. પિતાના સહેદરની રાજા તરફથી થયેલી દુર્દશાએ મરૂભૂતિના દિલને શેકસઃપ્ત કરી મૂકયું હતું. એને એમ લાગ્યું કે એણે
મેટી ભૂલ કરી કે એણે રાજાની આગળ એ કૃત્યની વાત રજૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com