________________
[ ૧૭
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના કારણે તેની કૃતિને પણ અહીં જ સ્થાન આપ્યું છે. પાંચ અષ્ટક પૈકી પહેલામાં ૮, બીજામાં ૯, ત્રીજામાં ૧૧, ચેથામાં ૯ અને પાંચમામાં ૧૩, એમ મળી કુલ ૫૦ કડીઓ છે. સામાન્ય ધર્મબંધ એ જ કાવ્યને વિષય છે. બીજા અષ્ટકમાંથી
ઘણું પૂન્યના ભાવથી દેહ પામ્યાં, હસતાં રમંતાં સુખે દીન પામ્યાં, ગયા નાથનું નામ તો સદ્ય ચૂકી, ભજો રામને, કામને દૂર મૂકી. ભણ્યા શાસ્ત્ર સિદ્ધાન્તની સર્વ વાત, નથી ઓળખ્યા શ્રી તમે પ્રાણનાથ; વિવેકી થઈ કાં કરે બુદ્ધિ ટૂંકી,
ભજે રામને, કામને દૂર મૂકી. આપણા પ્રાચીન કવિઓના છેલા પ્રતિનિધિ દયારામકત પઋતુવિરહવર્ણન'માર શાર્દૂલ અને માલિનીને પ્રયોગ છે. છપાયેલી આવૃત્તિમાં એ વૃત્તો ખૂબ જ અશુદ્ધ અને ભ્રષ્ટ સ્થિતિમાં જેવામાં આવે છે. દયારામ જેવા બહુશ્રુત કાવ જે વૃત્તો લખે, તો આટલાં અશુદ્ધ લખે, એ મારા માન્યમાં આવતું નથી. મને તો એમાં હાથપ્રતોનો અને સંપાદકોને દેષ જણાય છે. “
પઋતુવર્ણન”ના અંત આવતી માલિની, તેનું છેલ્લું ચરણ ભ્રષ્ટ છે તેપણું, બતાવી આપશે કે વૃત્તો ઉપર કવિશ્રીને હાથ સારો બેઠેલો હતે. પહેલાં ત્રણ ચરણ તે આપણને રત્નેશ્વરની યાદ આપે છે–
રતિ સહ તુ ગાશે, પાપ સંતાપ જાશે, સુમતિ ઉર ભરાશે, કૃષ્ણશે પ્રેમ થાશે, સફલ ચિત્ત ચહાશે, વિન સર્વે પળાશે,
પરમ હરષ થાશે, સ્નેહરસ પીજે પાશે. પર પ્રસિદ્ધ : દયારામકૃત કાવ્યમણિમાલા, પુ. ૫, પૃ. ૨૪-૫૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com