________________
૪૮ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
(મન્દાક્રાન્તા) કામી જે કે રસગુણ કથા પ્રીછશે રીઝશે તે, ભૂંડા મુંડા, વૃષભ સરખા વાગરી ખીજશે તે, જેને એને અનુભવ નથી તે પશુ કે વનાને, લેગી તે શું લહે વિષયનો સ્વાદ જે છે સ્તનાન્સે. (કડી ૧૯૧)
| (શાર્દૂલવિક્રીડિત) સંવત સત્તરસે છ ઉપર નૃપ શ્રી વિક્રમાદિત્યને, આષાઢાધિક શુદ્ધ વિષ્ણુ દિવસે છે વાર આદિત્યને, તે દા'ડે થઈ રૂપસુન્દરકથા, પીયૂષની એ ઝરી, ઊદિચ્ચે દ્વિજ માધવે ઘનરસે ભાષા કવિત્વે કરી. (કડી ૧૯૨)
સંકેતસ્થાન ઉપર સુન્દર આવ્યા પછી રૂપાંએ કરેલું નાનું છતાં મેહક ઋતુવર્ણન ખૂબ હદયંગમ હેવાથી આખુંયે અહીં ઉતારી લેવા લલચાઉં છું:
(શિખરિણી) વસતાવિર્ભાવે પ્રથમ પવને પર્ણ ગળિયાં, ફરી પત્રે પુષ્પ વિકસિત થયાં તેહ ફળિયાં, તથા એ તાણે ગલિત વપુ ધું શૈશવ તણું, નવે પુષ્પ વક્ષસ્થલ સફલ ચ્યું, શું કહું ઘણું? સુણજી, ગ્રીષ્મ મદનરવિતાપે અતિ તાપી, ખરી તેણે યોગે જળશશિતણું ટાઢશ ખરી. વળી તેહે માહે પ્રબલ વિરહગારતરસે, થઈ કષ્ટો, હે તુજ જ મલવા જીવ તરસે. હવે વર્ષાકાલે જલલવ શરીરે કયમ બળે, ખરે તપ્તાંગારે જ્યમ ઘત પંડ, ધૂમ નીકલે; 4ણે વલ્લી ગુલ્મ સકલ વન નીલાં હલહલે;
વિગે સૂકી, તું વિણ મુજ જાતિ કલકલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com