________________
ગ્રા. ચુ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૪૯
શરત્કાલે પૂરા શિશ પસિરયા, કયાં જઇ રહું ? મને પીડે, નાનાવિધ તમ કને દુઃખ શું કહું? નિશાએ ચાંદુર્ણી સકલજનની પ્રેમજનની વિયેાગે તે ભાસે થઇ રહી જ રાક્ષી ગગનની. હવે હું હેમન્તે ઘર પરહરીને વન જતી, તદા સીમા દીઠી હરિત નવસેર્યે વિલસતી પછેડા એઢીને વિવિધ કુસુમે વંતિ ભલા, કરી મેધે ટાઢી, જ્યમ પુરુષ સંગે જ અખલા. તદાવસ્થા મારી જ્યમ થઇ હતી શૈશિર તણી કહું વિસ્તારી તે નથી સમય, વાર્તા અતિધણી; નિશા સામ્ય આશાદિન મદનને ત્યંમ શમતા; તનુ કંપે, કેવી જ્યમ પવનવેગે કુમલતા. (ફડી ૧૩૩–૩૮)
આ ઉપરથી જોઈ શકાશે કે માત્ર ઉપમા કે ઝડઝમકથી નહિ, પરન્તુ સાચા કાવ્યત્વથી વર્ણનના પ્રવાહમાં વેગ આણવાની કવિ માધવની કુશળતા સાચે જ માન પ્રેરે તેવી છે. પ્રાચીન ગૂજરાતી વૃત્તબદ્ધ કાવ્યેામાં તેા ‘રૂપસુન્દરકથા'ના જોટાનું ખીજુ કાઈ કાવ્ય નથી, અને પ્રાચીન કાવ્યામાં એકદરે પણ તેનું સ્થાન ઘણું ઊંચું છે. આજ અરસામાં થામણા ગામના કવિ કહાનકૃત ‘કૃષ્ણસ્તુતિ– અષ્ટક'૩૪ મળી આવે છે. કાવ્ય શુદ્ધ ભુજંગપ્રયાતમાં છે, અને માત્ર નવ કડીનું હાઈ તે આખુયે અહીં ઉતારી લીધું છે:
૩૪. ‘ઓખાહરણ' આદિ આખ્યાનોના કર્તા હીરાસુત કહાનથી આને કાં ભિન્ન છે. આ કાવ્યની હાથપ્રત શ્રી. અખાલાલ જાનીના સંગ્રહમાં છે. પ્રત સ. ૧૭૩૧માં લખાયેલી છે, એટલે કાવ્ય તે પહેલાંનું જ હાય, તથા એમાં મળતાં મધ્યકાલીન ગુજરાતીની ત્રીજી ભૂમિકાનાં રૂપા પણ તેની પ્રાચીનતા પુરવાર કરે છે. કાન્ય સત્તરમા શતકનું હોય એ સવિત છે, પરન્તુ અહીં બીજા કોઈ પુરાવાને અભાવે તેને અઢારમા રાતના આરસમાં મૂકયુ છે. આ કૃતિ શ્રી. અંબાલાલભાઈએ મને ઉતારી મેાલી તે બદલ હું તેમના આભારી છુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com