________________
૨૮ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
દુષ્ટ દાનવ હરણકશ્યપ વિડા, નિજસેવક સંત પ્રાદ તા.
ચિદાનન્દ, ગેન્દ્ર, વૈકુંઠ ભૂપ, શ્રીનાથ, નારાયણ, વિશ્વરૂપ ! સંસારનિદ્રાનિવારણ મુકુન્દ !
કરિ હરિ હદય ઉદઈ–પ્રબોધચન્દ્ર.૨૩ સં. ૧૫૫૦ આસપાસ૨૪ સાંડેરગથ્વીય સુમતિસૂરિના શિષ્ય શાન્તિસૂરિએ દાનમાહામ ઉપર પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં ૧૩૭ કડીનો “સાગરદત્તરાય” રચ્યો છે. સ્વ. ચિમનલાલ દલાલના શબ્દોમાં કહીએ તો, “કાવ્ય ઉચ્ચ પ્રતિનું છે અને આ તેમ જ તેમના શિષ્ય ઈશ્વરસૂરિકૃત “લલિતાંગચરિત્રરાસ' સંસ્કૃત તથા પ્રાકૃત કાવ્યોની સરખામણીમાં સારી રીતે ઊભા રહે એમ છે.” પ્રાકૃત અને અપભ્રંશ ઉપરાંત ગૂજરાતીમાં પણ એમાં
તો વપરાયાં છે. જોકે ભાષા પ્રાકૃતપ્રચુર છે. ભુજગપ્રયાતનાં બે ઉદાહરણ આ રહ્યાં –
૨૩. પ્રબોધપ્રકાશ' (સં. શ્રી કેશવરામ શાસ્ત્રી). પૃ. ૪૮-૪૯
૨૪. આ જ અરસામાં પાટણના કવિ ભાલણે કરેલા કાદંબરીના પદબંધ અનુવાદમાં મૂળની આર્યાને ગૂજરાતી સમશ્લોકી અનુવાદ,
અવિરલ આંસુસ્નાન વિયોગપાવક પડી નિરંતર ઈ. તવ રિપતરુણકુચ વ્રત નિમુક્તાહાર અણુસરઈ.
( બીજી આવૃત્તિ, પૃ. ૮) એ ધ્યાન ખેંચે છે. આર્યા માત્રામેળ છંદ છે, પણ સરકૃત વાલ્મ વારસામાં આપેલા એ છન્દને પ્રવેગ તથા સમકી અનુવાદની રીતિ પ્રાચીન ગુજરાતીમાં વિરલ હેઈ, તેટલા પૂરતી, અહીં તેની નોંધ લીધી છે. સહજસુન્દરના “ગુણરત્નાકરછેદ'ના મંગલાચરણમાં પણ આર્યાને પ્રયોગ છે.
(રૂપસુન્દરકથા, ઉપાઘાત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com