________________
૨૨ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના ભાગવતના દશમસ્કન્ધનો સારોદ્ધાર કર્યો છે, અને તે પ્રેમાનંદના દશમસ્કન્ધની જોડમાં મૂકી શકાય એટલે ઉચ્ચ કોટિને છે. એમાં રાસક્રીડાવર્ણનનો તેરે સર્ગ આખે શાર્દૂલવિક્રીડિતમાં છે. છંદ શુદ્ધ છે, એટલું જ નહિ પણ કર્તાએ તેને પોતાની કવિત્વશક્તિથી દિપાવ્યો છે. આપણું પ્રાચીન કાવ્યસાહિત્યના ભૂષણરૂપ એ સર્ગમાંથી મહત્ત્વનો ભાગ અહીં ઉતાર્યો છે:
(શાર્દૂલવિક્રીડિત) જાણી સુન્દર શોભના શરદની ઉજવલ એપી દિશા; ઊગે તે ઉડુરાજ રજિત કલા, અણે જ દીપી દિશા. દેખી માધવ મલ્લિકા જ કરણી, ફૂલી તે ફૂલી રહી, કીધું મન મુરાર રાસ રમવા, માયા મહા આશ્રય. (૧) ઊભો એક અનંત પ્રીત્ય ધરતે નંદન્ન જે નંદનો, વાઘો વેણ રસાલ બાલ વનમાં, પ્રેમા બહુ ઊપનો, સૂ સુન્દર સાદ સાદરપણે, પીયૂષ પીવા વળી; જાણૂં અંગ અનંગ કોંધ્ય ગુણ ઓ, નારી નિશા નીકળી. (૨) દેહતી દેહ વિહ કે વિરહિણી ચાલી જ વૃંદાવને, મૂક્યાં બાળક ધાવતાં રવડતાં, મહી મને માનની; મેહુલી કોય પરીશતી જ પ્રિયને, કંકન પાયે ધર્યા, આવી કે અધલી પતી જ જમલી, અંજન્મ અધરાં કર્યો. (૩)
મીચ્યાં લોચન માં માધવ મલ્યો, યોગે જ ધ્યાને ધરી, પામી સંગમ પ્રાણનાથ પ્રિયને તેં પ્રાણ ત્યાગ કરી; મહી નારી મતંગ મત્તગમની, ચાલી રમે વન દિશે, દીઠે દેવદયાલ કેલિ કરતે, પૂરે વ્યકારે નિશિ. (૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com