________________
પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના
બિન્દુઈ તીરથનાથ ઈહાં મિલિયા, અહ મને રથ આજુ સવે ફિલિયા. સુગુરુ સાથિય હીણું ઘણું ભમિયા, વિષમ-વાટ કિહાઈ ન વીસમિયા; વસઈ જે જિનમંદિર સીયલઈ, બિહુ પરે તીંહ તાપુ સહી કલઈ. સકલ જાણીઈ તૂ ગુણ કેવલી, કિમ અહાસિ ન લઈ તે વલી; ઇણ પરિઈ જગદીશ્વર ધાઈયઈ,
સ્તવન–નઈ મિસિ ઊલગ લાયઈ. ત્રિભુવનદીપકપ્રબન્ધ”માં પણ એક સ્થળે ઉપજાતિને પ્રયોગ છે –
વિવેક બેલઈ, સુણિ મેહ ભાઈ, તઈ તા દિખાડી નિજ પંડિતાઈ. ખરું ખવે છહ તણે પ્રમાણ, તે આપણુઉ કાંઈ કરઈ વખાણ? મું સાયલાનુ મ કરે વિસાસ, સીલી નદી પર્વત રહઈ વિણસ; વાધ્યા બિહઈ આપણિ એકઠામિ,
એ એતલઉં બોલિસિ કુણુ કામિ ? ત્યારપછી શાલિસરિનું ‘વિરાટપર્વ ૧૦ આવે છે. ૧૮૨ કડીના એ સળંગ વૃત્તબદ્ધ કાવ્યને ચેસ રચનસંવત જાણવામાં નથી. રચનકાળની માત્ર ઉત્તરમર્યાદા સં. ૧૪૭૮ નક્કી થઈ શકે છે, કેમકે
૯ પંડિત લાલચંદ્ર ગાંધીની આવૃત્તિ, પૃ.૪૩-૪૪: “પ્રાચીન ગુર્જરકાવ્ય”માં “પ્રબોધ-ચિતામણિ” નામથી આ કાવ્ય છપાયું છે, ત્યાં પ્રસ્તુત ભાગ પાઠ બદલી પદ્ધડી નીચે આપવામાં આવ્યો છે (જુઓ પૃ. ૧૩૭), તે વાસ્તવિક નથી.
૧૦. આ કાવ્ય પણ “ગુર્જર રાસાવલિ'માં પ્રસિદ્ધ થવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com