________________
[ ૭
પ્રા. ૨. સાહિત્યમાં વૃત્તરચના વર્ણવૃત્તોનાં લક્ષણ અને ઉદાહરણ આપ્યાં છે. એમાં અનેક સ્થળે
અપભ્રંશની છાંટવાળાં, અપભ્રંશ કે ચારણ અવહઢ ભાષાનાં ઉદાહરણે નજરે પડે છે. પ્રમાણિકા, સુવાસ, દેધક, ઉપજાતિ, વસતતિલકા વગેરેનાં ઉદાહરણે અપભ્રંશમાં જ છે. એ સૂચવે છે કે અપભ્રંશસાહિત્યમાં એકવાર વૃત્તબદ્ધ રચનાઓ અસ્તિત્વમાં હતી, જેમાંથી એ પલ્લો લેવાયાં હશે.
અપભ્રંશસાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોનો પ્રયોગ માત્રામેળ છંદોને મુકાબલે ઝાઝે નથી, એ વાત સાચી છે; પરન્તુ હજી તે અપભ્રંશસાહિત્ય બહાર આવવાનું ઘણું બાકી છે. જેમ જેમ સંશોધન થતું જશે તેમ તેમ નવી નવી વિગતો બહાર આવતી જશે, એ માન્યતા વધારે પડતી નથી.
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના
આમ આપણે જોયું કે પ્રાકૃત અને અપભ્રંશસાહિત્યમાં થઈને વૃત્તરચનાઓને એક સળંગ પ્રવાહ ચાલ્યો આવતો હતો. એ પ્રવાહ ગૂજરાતીએ પણ ઝીલ્યો. અર્થાત, પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચનાઓ કઈ રીતે આકસ્મિક કે વિસ્મયજનક નથી. એ રચનાઓ ઉપર હવે સિકાવાર દષ્ટિપાત કરીએ.
ચૌદમે સેકો ગૂજરાતીમાં અત્યારે તે વૃત્તરચનાનું સૌથી જુનું ઉદાહરણ સં. ૧૩૬૧ માં રચાયેલા મેતુંગાચાર્યના “પ્રબંધચિન્તામણિમાંથી મળે છે. એમાં ભોજરાજના દર્શને આવેલા સરસ્વતીકુટુમ્બનું એક દેશીમિશ્રિત થકમાં નીચે પ્રમાણે હાસ્યરસિક વર્ણન છેઃ
બાપે વિદ્વાન, બાપપુત્રેડપિ વિદ્વાન, આઈ વિઉષી, આઈધુ આપિ વિકિપી, કાણુ ચેટી સાડપિ વિષિી વરાકી,
રાજ”ન્ય વિજ્રપુંજ કુટુમ્બમ. ૪ ૪. પ્રબન્ધચિન્તામણિ (ઉ. ગુ. સભાની આવૃત્તિ), પૃ. ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com