________________
મૃષાવાદવિરમણ
કેટલાક ત બડાઈ મારનારા મનુબ્ધ હોય છે. તેઓની સર્વ વાતે અતિશયોક્તિથી ભરેલી હોય છે. તેઓ પોતાની દેલતના, સમાજમાં પોતાની સ્થિતિના, મોટા મોટા મનુષ્ય સાથેની પોતાની દોસ્તીના, પોતાને મળેલા માનચાંદના, પોતાના વડિલે ભૂતકાળમાં કરેલા પરાક્રમનાં અને ભવિષ્યમાં તે કેવાં પરાક્રમ કરવા ધારે છે તેને લગતા હવાઈ ખ્યાલના સંબંધમાં બડાઈ મારતા જ હોય છે. આ હકીકતને અર્ધ કરતાં પણ વધારે ભાગ તેઓની કલ્પનાશક્તિથી તેઓએ રચે હોય છે, અને સત્યના પ્રકાશમાં આ હકીકતો ટકી શકે તેવી હોતી નથી માટે સત્યના ઉપાસકે આવી ખોટી બડાઈ મારવાની ટેવથી દૂર રહેવું. જ્યારે મનુષ્ય બીજાને કઈ વાત કહેવા માંડે છે ત્યારે તે વાતને રસિક બનાવવાને તેના જે અંગમાં ન્યૂનતા હોય તે પોતાની કલ્પનાવડે ભરી દે છે અને આ રીતે અસત્ય બોલવાને દેરાય છે.
બીજા પ્રકારના અસત્યવાદીઓ દ્વેષથી અસત્ય વચન બોલવાને દોરાય છે. તેઓ બીજાઓ સંબંધી અપ્રિય બાબતો સાંભળીને તેમાં પોતાના તરફથી કાંઈક ઉમેરો કરીને જગત આગળ એવું વણને મૂકે છે કે લેકે તે વાત સાચી માનવાને દોરાય છે. તેઓ આ રીતે વગરપૈસાના પરનિંદા ફેલાવનારા ફેરીઆઓનું કામ કરે છે. આ ગુન્હો ઘણે મોટે છે. એથી ચારિત્રપ્રતિષ્ઠાને થતી હાનિ ન સહન થવાથી કેટલાકે આપઘાત કર્યાના દાખલા જગપ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-સહસાત્કારે કોઈની ખરી પણ ગુમ વાત પ્રકટ કરવી એ પણ સત્યને અતિચાર છે, તે પછી બીજાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com