________________
પવિત્રતાને પંથે
અસત્યને મોટામાં માટે દોષ એ છે કે જ્યાં અસત્ય જણાયું ત્યાં તે કહેનાર ઉપર લેકે અવિશ્વાસની નજરથી જુએ છે. તેની બીજી ખરી વાતો પ્રત્યે પણ લોકોને અશ્રદ્ધા પ્રકટે છે. વ્યાપારીઓ લાખ રૂપીઆના માલ ધીરે છે તે પણ સામાની સાખ અથવા આબરૂથી. આબરૂ અથવા સાખ અસત્યથી નાશ પામે છે. કેટલાક મનુષ્ય તોલમાપમાં ઓછું આપે છે અથવા વિશેષ લે છે. કેટલાક જૂઠા દસ્તાવેજો બનાવે છે અથવા ખેાટી સાક્ષી પૂરે છે. કેટલાક જમીન, જનાવર અથવા કન્યાની લેવડદેવડમાં અસત્ય બોલે છે. વ્યાપારરોજગારમાં તો જૂઠા સમ ખાવા એ તો કેટલાક વ્યાપારીઓને સહજ થઈ પડયું છે. વારંવાર અસત્ય બોલવાથી લોકોના મનની સ્થિતિ એવી અધમ બની જાય છે, તથા તેમના અંત:કરણ એવાં બુદ્ધાં–લાગણી વગરનાં–થઈ જાય છે કે પોતે આ અસત્ય બોલે છે તેનું પણ તેમને ભાન હેતું નથી, તો પછી તે બોલવાથી પોતાના આત્માનું અહિત થાય છે તેને તે ખ્યાલ જ કયાંથી આવે ?
લેકમાં અસત્ય બોલવાનો રિવાજ છે, એ માન્યતાને લીધે કોઈ પણ માલ વેચનાર પર બીજાઓને વિશ્વાસ આવતે નથી. તેથી એક વસ્તુ ખરીદવાને મનુષ્યને અનેક દુકાને ભમવું પડે છે, છતાં પણ પોતે કદાચ છેતરાયે હશે એવો મનમાં સંશય રહ્યા કરે છે. વળી આ રીતે વસ્તુઓ ખરીદતાં સમય અને શક્તિને કેટલે નકામે વ્યય થાય છે તે ક્યાં લેકો નથી જાણતાં કે નથી સમજતાં ?
મૃષાવાદ–અસત્ય કેવી રીતે અને શા કારણથી બેલાય છે, તેના કેટલાક દાખલાઓ વિચારીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com