________________
પવિત્રતાને પથ
अहिंसैव जगन्माताs - हिंसैवानन्दपद्धतिः । अहिंसैव गतिः साध्वी, श्रीरहिंसैव शाश्वती ॥
અહિંસા જગતની માતા છે, અહિંસા આનંદની શ્રેણી છે, અહિંસા એ જ ઉત્તમગતિ–માર્ગ છે અને અહિંસા એ જ શાશ્વતી લક્ષ્મી છે. ચેગસૂત્રના રચનાર શ્રી પત ંજલિ ઋષિ કહે છે કે
""
“ જ્યારે મનુષ્યને અહિંસા સિદ્ધ થાય ત્યારે તેવા મનુષ્યની સમીપમાં વિરોધી પ્રાણીએ પણ પેાતાના વેરવિરાધ તજી દે છે. ” આપણે શાસ્ત્રોમાં પણ સાંભળ્યું છે કે—જ્યારે મહાવીર પ્રભુ સમવસરણમાં એસી ઉપદેશ આપતા હતા તે સમયે સર્વ પશુ-૫ખીએ પણ પેાતાના સ્વાભાવિક વિરાધ તજી એક ખીજા સાથે પ્રેમભાવથી બેસતા હતા.
જે અહિંસાને આવા પ્રભાવ છે તેનું સ્વરૂપ આપણે સમજવુ જોઇએ, અને તેની પ્રતિપક્ષી હિંસાને ત્યાગ કરવા જોઇએ.
પ્રાણાતિપાતના અર્થ એ જ થાય છે કે કાઈ પણ જીવને તેના પ્રાણથી વિયુક્ત કરવા અથવા તેને મારી નાખવા. મનુષ્યને અથવા પશુને સર્વથી મારી નાખવુ એટલામાં જ હિંસા સમાઈ જતી નથી, પણ પશુ પર અતિશય ભાર ભરવા, તેની ચામડી છેદવી, તેને બાંધી રાખી યાગ્ય સમયે ઘાસપાણી ન આપવાં, તેને સખ્ત ચાખકાથી મારવું, અથવા અણીવાળા પરાણે! ઘાંચી તેની ચામડીમાં છિદ્ર પાડવાં—મા સના પણ હિંસામાં સમાવેશ થાય છે. તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com