SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણાતિપાતવિરમણ જ રીતે કરચાકરને લાત મારવી અથવા શરીરના બીજા કઈ ભાગ પર મારો, અથવા કોઈને એક પણ અવયવાદિક નાક કાપી નાખવે તે પણ હિંસા છે. સ્ત્રીઓને તેમ જ હાથ નીચે મૂકાયેલાં બાળકોને સેટીથી મારવાં અથવા કઈ પણ શારીરિક શિક્ષા કરવી તે પણ હિંસા છે. જ્યારે બાળકોને-કુમળા બાળકોને ગૃહમાં કે શાળામાં શિક્ષા કરવામાં આવે છે ત્યારે તેમાંથી ચાર અનર્થો ઉપજે છે. (૧) બાળકે બીકણ થાય છે. (૨) તેઓ ભયને લીધે અસત્ય બોલતાં શીખે છે. (૩) તેઓ મારનારા પ્રત્યે દ્વેષ રાખે છે અને (૪)તેઓ જાતે પણ નિર્દયતાને પાઠ શીખી સમય જતાં પોતાના હાથ નીચે આવતાં બાળકો તરફ ઘાતકી બને છે. પિતાના પ્રાણ જેટલા પોતાને પ્રિય છે તેટલા જ સામાના પ્રાણ તેને પ્રિય છે, પણ મનુષ્ય ક્રોધ, લોભ કે કામના આવેશમાં આવી બીજાઓને હેરાન કરતાં, અથવા બીજાઓના શરીરને અનેક પ્રકારનો ત્રાસ ઉપજાવતાં જરા પણ ડરતા નથી. માંસાહારને પણ હિંસામાં સમાવેશ થાય છે. પશુના વધ સિવાય માંસ મળતું નથી માટે જે લેકે માંસાહાર કરે છે તેઓ હિંસાથી થતાં પાપના ભાગી બને છે, માંસાહારી પશુના વિકાસક્રમમાં અડચણ નાખે છે તેટલે અંશે કુદરતી નિયમ પ્રમાણે તેના પિતાના વિકાસમાં અંતરાયે આવે છે. પશુને લાગુ પડેલા ક્ષય, ચાંદી વગેરે રેગનાં જંતુઓ પણ તે માંસમાં હોય છે, અને તેથી તેનું માંસ ખાનાર મનુષ્યને તે રોગ લાગુ પડવાને સંભવ છે. વળી પશુને જ્યારે મારવામાં આવે છે ત્યારે તે પશુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy