________________
પ્રાણાતિપાતવિમ
આત્માની શક્તિઓને પ્રકટ થવામાં જે અંતરાયભૂત કારણે છે તેને પાપસ્થાનકા કહેલાં છે. તે પાપના-અશુભ પ્રવૃત્તિના હેતુએ છે. જ્યાં સુધી પાપપ્રવૃત્તિના હેતુએ વિદ્યમાન હોય ત્યાં સુધી અશુભ પ્રવૃત્તિ થવાની અને તેના પરિણામે જે કર્મરૂપ વાદળ પ્રગટે તે આત્મસૂર્યને પ્રકટ થવા દે નહીં; માટે જો આત્માની ખરી શક્તિઓ પ્રકટ કરી સ્વાનંદમાં મ્હાલવુ હાય તા મનુષ્યે અઢાર પાપસ્થાનકેાનું સ્વરૂપ સમજી જેમ બને તેમ તેના ત્યાગ કરવા પ્રવૃત્ત થવુ જોઇએ. તે અઢાર પાપસ્થાનકે જૈનધર્મ માં વર્ણવેલા છે તે નીચે પ્રમાણે છે
.
( ૧ ) પ્રાણાતિપાત. ( ૨ ) મૃષાવાદ. ( ૩ ) અદત્તાદાન. (૪)મૈથુન. (૫) પરિગ્રહ. (૬) ક્રેષ્ઠ. (૭) માન. (૮) માયા. ( ૯ ) લેાભ. ( ૧૦ )રાગ. (૧૧) દ્વેષ. (૧૨ ) કલહુ. ( ૧૩ ) અભ્યાખ્યાન. (૧૪) વૈશુન્ય. (૧૫ ) રતિઅરિત. ( ૧૬ ) પર. પરિવાદ. ( ૧૭ ) માયામૃષાવાદ. ( ૧૮ ) મિથ્યાત્વશલ્ય.
આ અઢાર પાપસ્થાનકા આત્માના પ્રકાશને પ્રગટ થતા અટકાવે છે. આ અઢારમાં પ્રથમના પાંચ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ મુખ્ય છે. બીજા તેર ગાણુ છે, પણ આ પાંચને પુષ્ટિ આપી વધારે પ્રબળ બનાવે છે તે અપેક્ષાએ તે તેર પણ પાપસ્થાનકેા છે. વળી આ પાંચમાં પણુ મુખ્ય પાપસ્થાનક હિંસા છે. તે બધા દાષાનું મૂળ છે. શ્રો ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યુ છે કે—સર્વ જીવા પ્રત્યે અહિંસા-પ્રેમ ( મૈત્રીભાવ) કરીને જીવ શાન્તિરૂપ નિર્વાણ પ્રાપ્ત કરે છે. જ્ઞાનાણુંવમાં પણ કહ્યું છે કેઃ—
(
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com