________________
: ૨ :
આત્મોન્નતિને સરળ માર્ગ
પ્રવચનકાર –મહારાજ નાનચંદ્રજી સ્વામી આત્મ બંધુઓ અને માતાઓ !
આત્મન્નિતિના સરળ માર્ગ પર હું તમને કહેવાને છું તેથી કેઈ એમ ન સમજી લે કે વગર પ્રયત્ને તે માગ હાથ લાગે, વિશ્વની કોઈપણ વસ્તુ એવી નથી હોતી કે જે તદ્દન મફત કે વિના મહેનત મળી શકે. વસ્તુના પ્રમાણમાં તેની કિંમત તે આપવી જ પડે. વગર પ્રયત્ન મેળવેલ વસ્તુમાં લહેજત પણ શું હોય? સરળતા કહેવાને ભાવ એ છે કે આપણે યથાર્થ પ્રયત્ન કરીએ તે આત્મોન્નતિને માર્ગ સરળ બની જાય.
સુખનાં સર્વ સાધને કરતાં તે સુખને અનુભવ કરનાર આત્મા વધારે કીમતી અને દુર્લભ્ય છે માટે જ આત્માના ખરા સ્વરૂપને ઓળખવા કે તેને પ્રાપ્ત કરવા મોટો ભોગ આપ પડે તેમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી.
જુઓ, એક વૃક્ષ જ્યારે ઊગવા માંડે છે ત્યારે તે બીજરૂપે ઉગવા પહેલાં પિતે નષ્ટ થઈ જાય છે. જમીનને તેડી તેમાં મૂળ નાખે છે અને પછી જમીન ડીને ઉપર આવે છે ક્રમે ક્રમે મૂળ વધારતું જ જાય છે. જમીન પર અનેક કષ્ટ વેઠી તે ઊંચું વધે છે. વરસાદ, પવન, તાપ ઠંડી અને એવા સેંકડે સંકટોની ઝડીઓ સહન કરીને પોતાની અભિવૃદ્ધિ કરે છે. આવા એક સામાન્ય વિકાસમાં પણ આપણે સેંકડે સંકટને નજરે જોઈએ છીએ. આમ દરેક કુદરતી પદાર્થોમાં પણ તેવી મુશ્કેલીઓ વચ્ચે સંવર્ધન થતું હોય છે. આજ રીતે આપણું શરીર પણ અવિરતપણે કુદરત પાસેથી સાધને મેળવીને વૃદ્ધિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com