________________
ઉપવાસ એટલે માત્ર ભુખ્યા રહેવું એટલું જ નહીં પણ આત્માના સમીપે વાસ કરે, પ્રતિક્રમણ એટલે (આપણા પાપે, દેશે, અધર્મો અને થયેલા અકૃત્યોથી) પાછા હઠવું. પડિલેહણ માત્ર કપડા વગેરે ઉપકરણોનું જ નહીં, પણ આત્મામાં પેસી ગયેલા દે, રૂપ જંતુનું પ્રતિલેખન કરી તેને દૂર કરવા. પૌષધ એટલે પોષવું ઉત્તમ ભાવના, વૈરાગ્ય, વિનય, વિવેક, સદગુણ, સેવા, ભકિત અને આત્મચિંતન તથા પ્રભુના ગુણ કીર્તનરૂપ વસ્તુઓ વડે દુર્બળ બની ગયેલા આત્માને પિષ જોઈએ.
બાહ્યસુખ સાધનો ત્યાગ કરી શાંત અને નિરવ સ્થાનમાં એકાગ્રમનથી આત્મામાં શૌર્ય, તેજ, સામર્થ્ય પ્રગટે તે ભાવનાઓ ભાવવી જોઈએ.
આઠ દિનમાં નીચેના નિયમો પર ધ્યાન આપવા ચૂકવું ન જોઈએ. ૧ સર્વ જી સાથે મૈત્રીભાવ કેળવ. ૨ વ્યવહાર માત્ર સત્યતા પૂર્વક રાખ. ૩ માયિક પ્રવૃત્તિઓ શેકવી. ૪ મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવું.
૫ માયા, કપટ, પ્રપંચના અને વિશ્વાસઘાત જેવાં આત્મવિધાતક કાર્યોને નિર્મળ કરવાં.
પ્રિય આત્મબંધુઓ ! જ્યારે બાહ્યક્રિયાઓ પાછળ આવી ઊંડી ઊંડી આત્મગષણ-અનુપ્રેક્ષા થશે ત્યારેજ ચેતનતા ચમકી ઊઠશે અને એ ચેતનતા અનેકમાં ચેતનતા રેડશે ત્યારે જ શુષ્ક પડેલે જૈન સમાજ પુનરુથાન પામશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com