SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પુસ્તક વાંચવું હોય તે ત્યાં વાંચનરૂમમાં દાખલ થાવ–એક ટેબલ પાસે બેસે અને પાસેની સ્વીચ દબાવે એટલે તુરતજ એક માણસ આવશે. તેને કાર્ડ ઉપર તમારે જે ચોપડી જોઈતી હોય તેનું નામ અને કર્તાનું નામ લખી આપે. ફક્ત આઠ મીનીટમાંજ તે માણસ ગ્રંથ લઈ હાજર થશે. તમે આ બધી વ્યવસ્થા અને સગવડ જોઈ તાજીબ થઈ જશે. આપણે ત્યાં પરિસ્થિતિ તદન જુદી જ છે. લાયબ્રેરીમાં જશે તે લાયબ્રેરીઅન મળે કે ન મળે. મળે તો જે પુસ્તક જોઈતું હોય તે ભાગ્યેજ હાથ આવે. કદાચ હાથ લાગે તો તમારે જે અંદર વાંચવું હોય તે કયા પાના ઉપર હશે તેને પત્તો પણ ન લાગે. અને આ ગ્રંથ ઉથલાવીએ ત્યારે ઘણું મુશ્કેલીઓ જડે. કારણ એ છે કે આપણું ગ્રંથ પાછળ સાંકળીયાં નથી હોતાં. તેથી કઈ બાબત કયા પાના પર છે તે જડતી નથી. આપણે જે જૈનસાહિત્યની ઉપયોગિતા વધારવી હોય તો નવી ઢબથી છપાવું જોઈએ. અને તેમાં સાંકળીયાં વિગતવાર આપવાં જોઈએ. પરંતુ એ કાર્ય કરવા હિંદમાં કોઈ પણ જૈન સંસ્થા તૈયાર નથી. વિધાનને કંઈ રાટ નથી છતાં વિદેશના વિદ્વાનો માત્ર ૫૦ વર્ષના પ્રયાસથી જે કરી શક્યા છે તે આપણે આટલા વર્ષો પછી પણ નથી કરી શકતા, એ લોકેની કામ કરવાની શૌલી જુદીજ ઢબની છે. તમે કહેશે કે મેરાપીય વિદ્યાને છપાવે છે એટલે આપણે શું જરૂર છે ? પરંતુ હું કહું છું કે એ લોકે અંગ્રેજી લીપીમાં છપાવે છે. અહીંના વિદ્વાનેને વાંચતાં શ્રમ પડે છે. તેથી આપણે આપણું કરી લેવાની જરૂર છે. બીજું એવું મહાન સ્થળ બલીન છે ત્યાં સ્ટેટ લાયબ્રેરી છે. તેમાં આર્યવિભાગ જુદો છે અને આપણું ગ્રો વધ્યું છે. અલબત્ત, અને રાજસત્તાને બળે બધું સાહિત્ય એકઠું કરી શક્યા છે. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034998
Book TitleParyushan Parv Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorJainatva Vicharak Mandal
PublisherJainatva Vicharak Mandal
Publication Year1934
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy