SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ એલ ચાવીસમા જેમને ગૃહસ્થાના આશરો લેવા પડે છે; યાચીને જીવવાના જેમના આચાર છે; જેઓ આત્મસાધન પોતે કરે અને અન્ય જીવાને આત્મસાધનાના માર્ગ બતાવે છે; એવા ‘ઉપકારી સંતોને ઉપયોગમાં આવતી જરૂર જોઈતી વસ્તુ પૂરી પાડવી એ ગૃહસ્થાની ફરજ છે. તેમને દરેક જાતની મદદ કરવાથી તેઓ સંયમમાં સ્થિર રહી વિશેષ પરોપકાર કરી શકે છે. વિવેકી માણસે અભેદ ભાવે શાની વ્રતધારી સાધુસંતના દરેક રીતે, વિનયપૂર્વક, અંતરના ઉલ્લાસથી આદરસત્કાર, બહુમાન અને સેવાભકિત કરી લાભ લે છે. ૯૦ અશુભ કર્મના ઉદયે એવા જ્ઞાની પુરૂષો પણ પતન પામે છે. પાતાના માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. તેવા સમયે વિવેકી અને ઉદાર દિલના તેમજ કર્મના સ્વરુપને જાણનાર ગૃહસ્થા તેમના તિરસ્કાર કે નિંદા નથી કરતા, પરંતુ માવિત્રતુલ્ય હિતેચ્છુ થઈ તેમને નમ્રતા અને સભ્યતાપૂર્વક સમજાવીને ઠેકાણે લાવે છે. અશુભ કર્મની પ્રબળતાથી કદાચ નજ સમજે તો ‘પ્રભુ એમને સદબુદ્ધિ આપા’ એવી સદભાવના ભાવવી એ વિવેકી સદગૃહસ્થાની ફરજ છે. તેમજ વ્યાધિ-રોગાદિ-ઉપાધિ વિગેરે કટના સમયે તેમને ઔષધ-ઉપચારાદિ સહાયતા દ્વારા બનતી સેવાભકિત કરવામાં સદગૃહસ્થા ચૂકતા નથી. જેમ સંતો માટે તેમજ શાન સદગૃહસ્થો માટે પણતેમને યોગ્ય તેમની સેવાભકિત અખંડ બજાવવી-આદરસત્કાર કરવા. તેના પેટા ભાગમાં માત્ર અભ્યાગત-અતિથિ-અણધાર્યા ચલાવીને ઘેર આવે કે કયાંય પણ સમાગમમાં આવે તેના દરેક રીતે બનતા આદરસત્કાર કરવાની ગૃહસ્થાની ફરજ છે. દેશ, જ્ઞાતિ કે ધર્મના ભેદ રાખ્યા વગર, બદલાની આશા રાખ્યા સિવાય,પેાતાની સંપત્તિ અનુસાર, માત્ર અતિથિઓના વચનથી, આસન આપવાથી, અન્ન-પાણી-વજી-ઔષધ વિગેરેથી અને છેવટ નમ્રતા બતાવવાથી પણ સત્કાર કરવા ચૂકવું ન જોઈએ. એ માર્ગાનુસારી માણસાઈને ૨૪મા બાલ જાણવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy