________________
-
-
ગાલ પચ્ચીશમે
-
-
1
બેલ પચ્ચીસમો
-
-
-
પિષણ કરવાએ જનેનું પોષણ કરવું
પરિજનનું પોષણ કરવું પ્રેમે કરી ?
*પ
પ
=
પિતાને આશરે રહેલાં માતા, પિતા, ચી, પુત્રવિગેરે કુટંબી અને ઉપરાંત ખાસ કરીને નોકર-ચાકર તથા પશુ, પક્ષી વિગેરેની ખાન, પા, સ્થાન, વસ અને ઔષધપ્રમુખ વસ્તુ વડે પૂર્ણ પ્રેમ અને દયા પૂર્વક સારસંભાળ કરવી એ ઉપરી કાર્યવાહકની ફરજ છે. જેમ આપણામાં જીવ છે તેમ દરેક મનુષ્ય પશુ, પક્ષી વિગેરેમાં પણ તેજ જીવ છે. આપણે ભૂખ, તૃષા લાગે તે ખાઈએ, પીએ છીએ. ટાઢ, તડકા કે રોગાદિ ઉપદ્રવથી શરીરનું રક્ષણ કરીએ છીએ. આપણને સુખ ગમે છે, દુ:ખ નથી ગમતું; તેવીજ રીતે સર્વ જીવો માટે પણ એમ જ સમજવું. અર્થાત પ્રથમ આશ્રિતોની હાજતો પૂર્ણ કરી પછી પોતાના શરીરની સાર-સંભાળ લેવી. આશ્રિતોને રખડતા-દુ:ખી સ્થિતિમાં મૂકી દીક્ષા લેનારને તેના નિઃસાસા પડે છે.
જે પરિજન-પોષણ કરવા લાયક આશ્રિત જન અભાણ-અક્ષાની હોય તેને ભણાવી સારું શિક્ષણ આપીને કેળવવા પોતાનું ગુજરાન પોતે સુખેથી ચલાવી શકે તેવા ઉદ્યોગમાં ચડાવી દેવો. વ્યસનમાં ફસાયલાને ગમે તે રીતે, સમજાવી ઠેકાણે લાવવો કોઈ પણ નિરાધાર હોય તેને આશરો આપવો દુ:ખીને દિવાસો આપ આમ જેનું જે રીતે પોષણ કરવું ઘટે તેને તે રીતે પાવીને તેની ઉન્નતિ કરવી એ ઉપરી-પોષકની ફરજ છે. પણ પરિજન વર્ગને પતાં તે આળસુ-હરામખાઉ બની અવળે રસ્તે ચડી ન જાય તેની પૂરતી તપાસ-કાળજી રાખવી. આ રીતે પરિજનનું પણ પોતાની ફરજ સમજીને કરવું, પરંતુ હું જ બધાને નભાવી શકું છે એવી બડાઈન કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com