________________
માલ બાવીશમા *
અગ્ય અને અતિ રાત્રિના સમયે વગર કારણે જયાં ત્યાં ભટકવું નહિ. રાત્રે ભટકવાથી લોકો તેને ચાર, લંપટ કે હિંસક તરીકે ગણે છે. અણધારી આફત આવી પડે છે. માટે અયોગ્ય કાળે રાત્રે રખડવું નહિ. તેમજ રાત્રિ સમયે ભોજન કરવું નહિ, સ્નાન કરવું નહિ, દાન દેવું નહિ, અજાણ્યા સ્થળે જવું નહિ, સંધ્યા સમયે સૂવું નહિ અને દિવસે મૈથુન સેવવું નહિ. વિગેરે અયોગ્ય કાળે ન કરવાનાં કાર્યો નુકશાનકારક જાણી શાસ્ત્રકારોએ તે કરવાની મનાઈ કરી છે.
તેમજ રાજએ, સશે કે નાતે મનાઈ કરેલ હોય તેવા દેશમાં સ્થળ કે મકાનમાં જવાથી કે તેનું કાર્ય કરવાથી રાજ, સંઘ કે નાતને તે તિવા સ્થળે જનાર કે તેવું કાર્ય કરનાર ગુન્હેગાર ગણાય છે અને શિક્ષા પામે છે. રાજા તેને દેશપાર કરે, જેમાં નાંખે દંડ લે કે ઘરબાર લુંટી લે. સંઘ કે નાતવાળા તેને સંઘ કે નાતષ્કાર કરે અગર અમૂક દંડ લે.
આવું સમજી શાચ રાજ, સંઘ અને નાતપ્રમુખે નિષેધ કરેલ દેશપ્રદેશ-સ્થાન અગર તેવા કાર્યથી દૂર રહેનાર માણસ માણસાઈવાળો ગણાય છે. તે માણસ જ્યામાં સુખી થાય અને પ્રશંસાપાત્ર બને. એ નીતિમાર્ગાનુસારીને ૨૨ મો ગુણ કહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com